________________
અવયવોને હું મારાં નથી માનતો, તે રીતે મારાં આ અંગોને પણ મારે પારકાં સમજવાં જોઈએ. આનો અર્થ એ કે બીજાનાં અવયવો માટે જેમ મને ભિન્નતાનું જ્ઞાન છે, તેમ પોતાનાં અવયવો અંગે પણ ભિન્નતાનું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ તેમ થતું નથી.
આત્મા જે શરીરમાં બેઠો છે તેને અને તેનાં અંગોને પોતાનાં સમજે છે, બીજાનાં અંગોને નહીં. શું શરીર અને ઈદ્રિયો આ રીતે પોતાનાપરાયાનો ભેદ કરી શકે છે ? નથી કરી શકતી.
આ પ્રકારનું ભેદજ્ઞાન આત્મા જ કરી શકે છે. જડને જડ કહેનાર આત્મા છે, પ્રમાણોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરનાર પણ આત્મા છે. જુદા જુદા પ્રકારની અભિલાષા કે સંવેદન અનુભવનાર આત્મા જ છે, એટલું જ નહીં, પણ જે આત્માનો નિષેધ કે શંકા કરે છે, તે સ્વયં જ આત્મા છે, પરંતુ તેઓ આ તથ્યને સમજતા નથી.
શું પદાર્થોને પોતાનું જ્ઞાન હોય છે ? ભાંગ વાટીને મૂકી હોય, પણ શું ભાંગ એ જાણે છે કે હું નશો માનવીમાં ચડાવી શકું છું ? તે નથી જાણતી. જ્યાં સુધી ભાંગ વાસણમાં રહે છે ત્યાં સુધી પણ તે નશો નથી ચઢાવતી, પરંતુ જીવંત શરીરધારી વ્યક્તિ જ્યારે એને ગળાની નીચે ઉતારે છે, ત્યારે તે વ્યક્તિમાં નશો ચઢાવે છે.
એ જ ભાગ જો મૃતદેહના પેટમાં નાખવામાં આવે કે કોઈ જડ વસ્તુમાં, લોટો, ગ્લાસ કે શીશીમાં નાખવામાં આવે તો એ નશો નથી ચઢાવતી. એવું કેમ થાય છે ? વાસ્તવમાં કોઈ પણ જડ પદાર્થ નશાનો અનુભવ કરી શકતો નથી. ચેતનની સાથે સંયોગ હોય તો જ નશાનો અનુભવ થાય છે.
મૃત શરીરમાં કે લોટો, ગ્લાસ વગેરે જડ પદાર્થોમાં ચેતના હોતી નથી.
આથી સિદ્ધ થાય છે કે નશાનો અનુભવ કરાવનારું કોઈ બીજું જ તત્ત્વ છે. આ ચેતન તત્ત્વને આત્મા કહીએ છીએ. જડ પદાર્થોમાં ચેતનાના અભાવે તેને પોતાનું કે પરનું કોઈ જ્ઞાન હોતું નથી. આ બધાં જ્ઞાન આત્માને થાય છે, તેથી આત્મા જ્ઞાતા-દ્રા છે, પદાર્થ જોય કે દેશ્ય છે.
અનાદિકાળથી શરીરની સાથે પ્રગાઢ સંબંધને લીધે કે અજ્ઞાનને કારણે આ શરીર જ આત્મા જેવું ભાસે છે, પરંતુ જેમ તલવાર અને મ્યાન - સત, ચિત અને....
૮૯