________________
વ્યક્તિને પોતાનાં દુષ્કર્મોને કારણે મનુષ્યગતિથી નીચેલી ગતિ મળે છે અને દુર્ગતિમાં પડીને અનેક દુઃખ ભોગવવાં પડે છે.
જે વ્યક્તિ વિશ્વાસુ માળીની જેમ પરમાત્માની આજ્ઞા અનુસાર શ્રદ્ધા અને પ્રામાણિકતાથી કામ કરીને સ્વજીવનમાં ઉત્કર્ષ સાધે છે અને દુનિયારૂપી બગીચાના દરેક પ્રાણી (વૃક્ષ-છોડના સ્વરૂપ સાથે) સાથે આત્મીયતાપૂર્ણ વ્યવહાર કરે છે, તેને એ સત્કર્મોના પારિતોષિકરૂપે સુગતિ મળે છે. સજ્જનોની અને સત્પરુષોની સંગતિ મળે છે અને સહુનો સહયોગ સાંપડે છે. તે પોતે ધર્માચરણ કરે છે અને બીજાને પણ ધર્મપ્રેરિત કરે છે. આ રીતે પરમાત્માની સાચી સેવા કરીને, તેમને પ્રસન્ન કરીને પરોક્ષરૂપે આશીર્વાદ મેળવે છે. “બાઈબલમાં એક સ્થળે બતાવ્યું છે કે, પ્રાર્થના કરનારને ભગવાન કહે છે,
જો તું કોઈની સાથે લડી-ઝઘડીને અથવા હત્યા કે મારપીટ કરીને ચર્ચમાં પ્રાર્થના કરવા આવીશ, તો હું તારી પ્રાર્થના સ્વીકાર નહીં કરું.
જ્યારે તું તારા જીવનને શુદ્ધ બનાવીને પવિત્ર હૃદય સાથે પ્રાર્થના કરીશ તો હું તારી પ્રાર્થના સ્વીકારીશ.”
આ છે ભગવાનની અપ્રસન્નતા અને પ્રસન્નતાનું રહસ્ય. યોગી આનંદધન પણ ભક્તિરસમાં ડૂબી જઈને પોકારે છે -
ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત એહ.” “ભગવાનની પૂજાનું ફળ ચિત્તની પ્રસન્નતા છે. હૃદયની પવિત્રતા-પ્રસન્નતા જ ભગવાનની અખંડ પૂજા છે.”
ભગવાનની વંદના, સ્તુતિ કે તેમના નામનો જપ કે સ્મરણ કરવાથી તેમના પ્રત્યે શ્રદ્ધા, સદ્ભાવ અને તેમના ગુણોને ગ્રહણ કરવાની ભાવના જાગે છે, જ્યારે શુભ અને શુદ્ધ નિષ્કામ (નિઃસ્વાર્થ ભાવનાનો સાગર હૃદયમાં હિલોળા લે છે, તો તેનાથી બુદ્ધિ અને હૃદયપટ પર જામેલા અજ્ઞાન, મોહ, અંતરાય અને અશ્રદ્ધાનાં પડળો દૂર થવા માંડે છે. પુણ્યવૃદ્ધિ થાય છે અને પાપકર્મોનો હ્રાસ થાય છે તથા નિખાલસ ધર્માચરણ અને શુભ કાર્યો કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે. ભગવાનની ભક્તિનું સાચું સત્ય તેને સાંપડે છે અને આ પ્રકારે તે વંદના વગેરેથી પ્રભુસેવા કે ભગવદ્ભક્તિમાં તલ્લીન થઈ જાય છે.
રત્નત્રર્યાનાં અજવાળાં