________________
રાજાએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો અને દેશનિકાલ કરી દીધો.
બીજા માળીના વિભાગમાં રાજાએ પ્રવેશ કર્યો, તો એનો બગીચો રળિયામણો અને હરિયાળો હતો. ચોતરફ ઘટાદાર વૃક્ષો અને છોડ, ફળ-ફૂલ ઝૂમી રહ્યાં હતાં. બગીચો અત્યંત વ્યવસ્થિત અને નેત્રરંજક હતો.
બગીચો નિહાળીને અત્યંત પ્રસન્ન થયેલા રાજવીએ તરત જ માળીને બોલાવ્યો. બગીચાના એક ખૂણામાં બાગકામ કરતો માળી રાજાનો આદેશ મળતાં જ તરત જ હાજર થયો અને બોલ્યો,
“મહારાજ, કહો, શું આજ્ઞા છે ?”
રાજાએ કહ્યું, “માળી, હું તારા કાર્યથી અત્યંત પ્રસન્ન છું. મેં બગીચાની ઘણી સુંદર સાર-સંભાળ લીધી છે અને એને યોગ્ય માવજતથી ફળ-ફૂલ, ઝાડ-છોડથી સમૃદ્ધ બનાવ્યો છે. આ માટે પ્રસન્ન થઈને હું તને હજાર રૂપિયા પારિતોષિક રૂપે આપું છું. અને આજથી તારો પગાર બમણો કરી દઉં છું. આજથી બંને બગીચા તારા કાર્યક્ષેત્રમાં રહેશે. તું ઇચ્છે તો તે માટે મદદકર્તા અને અન્ય કર્મચારીઓને રાખી શકે છે.”
આમ એક માળી પર પ્રસન્નતા અને બીજા પર અપ્રસન્નતા દાખવીને રાજા રાજમહેલમાં પાછો ફર્યો.
આ વાતનો મર્મ એ છે કે એક સામાન્ય રાજવી પણ બગીચાને ઉજ્જડ કરનાર કે કામ બગાડનાર પર પ્રસન્ન થતો નથી, પછી ભલેને તે એની અપાર પ્રશંસા કરતો હોય કે એને અગણિત પ્રણામ કરતો હોય. આવું હોય ત્યાં રાજાઓના પણ રાજા દેવાધિદેવ વીતરાગ પ્રભુ કે સિદ્ધ-ઈશ્વર દુનિયાના માનવીઓ અને પ્રાણીઓ સાથે મારામારી, દગાબાજી, અપ્રામાણિકતા, લૂંટફાટ, ચોરી, હત્યા, ઝઘડા, ડાકુગીરી વગેરે દુર્વ્યવહાર કરીને સંસારરૂપી બગીચાને વેરાન બનાવનાર, બગાડનાર અને અશાંત બનાવનાર પર કઈ રીતે પ્રસન્ન થાય? પછી ભલેને તે આખો દિવસ ભગવાનની સ્તુતિ કરતો હોય, એના નામની ધૂન લગાવતો હોય અથવા તો સતત વંદના કે નમસ્કાર કરતો હોય.
દુનિયાને પોતાનાં દુષ્કર્મોથી નરક સમાન બનાવનાર અજ્ઞાની અને પ્રમાદી વ્યક્તિઓએ કરેલી પ્રશંસા, સ્તુતિ અને વંદનાઓથી ભગવાન સહેજે પ્રસન્ન નથી થતા. અપ્રસન્ન થઈને એને શાપ પણ આપતા નથી. આવી
સાચી સેવાભક્તિ
શિકા
પ૯