________________
રાજા એમ માનતો કે આ ઘણો પ્રામાણિક અને વિશ્વાસુ નોકર છે. બીજો માળી રાજાને રોજ પ્રણામ કરવા જતો ન હતો. આખો દિવસ બગીચાની જાળવણીના કામમાં ડૂબેલો રહેતો હતો. બગીચાને વૃક્ષ-છોડથી રમણીય બનાવવાનો પ્રયત્ન કરતો હતો અને વૃક્ષ-છોડ, ફળ-ફૂલ વગેરેની પૂરતી સંભાળ રાખતો હતો. જાનવરોને પેસવા દેતો નહીં અને કાંટાળાં ઝાડી-ઝાંખરાં ઉખાડી નાખતો હતો.
એક વર્ષ વીતી ગયું. એક દિવસ રાજાએ વિચાર્યું, “ચાલો, આજે બગીચામાં લટાર મારવા જઈએ. માળીઓએ કેવું અને કેટલું કામ કર્યું છે તેની ભાળ મેળવીએ. બગીચો કેટલો સમૃદ્ધ થયો છે તેનો પ્રત્યક્ષ અહેવાલ મેળવી લઉં.”
રાજા રથમાં બેસીને બગીચામાં પ્રવેશ્યો.
સંયોગવશાત્ રાજા પ્રથમ બેદરકાર માળીને સોપેલા ભાગમાં ગયો. દાખલ થતાં જ રાજાએ જોયું કે બગીચો સાવ ઉજ્જડ છે. માર્ગમાં કાંટાળાં ઝાડી-ઝાંખરાં ઊગી જવાને લીધે બગીચામાં પ્રવેશ પણ દુર્ગમ બની ગયો હતો. વૃક્ષો પર ફળ-ફૂલનું નામ-નિશાન નથી. રાજાએ અત્યંત ગુસ્સે થઈને તત્ક્ષણ એ માળીને બોલાવ્યો.
બેદરકાર માળી આવ્યો અને બોલ્યો, “કહો રાજ, આપની આજ્ઞા શું છે ?”
રાજાએ ગુસ્સે થઈને કહ્યું, “અરે મૂર્ખ ! જો તો ખરો, તે મારા બગીચાનો સત્યાનાશ કરી નાખ્યો છે. ક્યાંય વૃક્ષ-છોડ પર ફૂલ નથી. લીલોતરી તો ક્યાંય દેખાતી પણ નથી, બગીચાને ક્યારેય પાણીથી સીંચ્યો ન હોય તેવો વેરાન બની ગયો છે. મેં તને બગીચો એટલા માટે સોંપ્યો હતો કે તું એને આવો ઉજ્જડ બનાવી દે ? અને તું તો રોજ દિવસમાં ત્રણ-ત્રણ વાર મને પ્રણામ કરવા આવતો હતો અને કહેતો હતો,
રાજાની રાજગાદી સુરક્ષિત રહે” પણ મારી ગાદી શું ધૂળ સુરક્ષિત રહેશે ! તેં મારો બગીચો તો અસુરક્ષિત કરી દીધો. બસ, નોકરીમાંથી તને દૂર કરવામાં આવે છે. તારો પાછળનો પગાર પણ તને નહીં મળે અને હવેથી મારા રાજ્યની હદ છોડીને ચાલ્યો જા. મારા રાજ્યમાં તારા માટે કોઈ જગા નથી.” ૫૮
છે રત્નત્રયીનાં અજવાળાં
કાકા કાકી: