________________
ચારે પુત્રો નિરાશ થઈ ગયા. કોઈ પણ રીતે પિતાજી ભગવાનનું સ્મરણ કરે તે માટે ઘણી મહેનત કરી, તેમણે મૃત્યુપર્યત ભગવાનનું નામ ન લીધું તે ન જ લીધું. ખાલી હાથે પરલોક સિધાવ્યા.
આવા હોય છે બહિરાત્મા જીવ ! જે જીવનભર ધર્મથી વિમુખ હોય છે અને આત્મા-પરમાત્માનો વિચાર કરતા નથી.
બીજા પ્રકારના આત્માનંદી અંતરાત્મા શરીર અને આત્માની ભિન્નતાનો વિચાર કરીને આત્માની સન્મુખ વસે છે. બાહ્ય પરભાવોથી દૂર થઈને અંતરમાં અવગાહન કરીને અંતર્મુખ બને છે. શરીર ધર્મપાલનનું સાધન હોવાથી તેનું પોષણ કરે છે, પરંતુ જ્યાં શરીર પાપ કે અધર્મ તરફ જવાની તૈયારી કરે છે, ત્યાં તેને સાથ આપતા નથી.
શરીર અને શરીર સંબંધિત સાધનોનો ઉપયોગ કરવા છતાં તેનાથી નિર્લિપ્ત રહીને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર વગેરે પ્રત્યેના સ્વકર્તવ્યનું પાલન કરે છે. અંતરમાં તો એમ જ સમજે છે કે આ મારાં નથી, પારકાં છે. આ શરીર નિમિત્તે મારો બધાની સાથે સંબંધ છે, એટલે મારે એમના પ્રત્યે કર્તવ્ય અને ફરજ બજાવવી જોઈએ. આથી કહ્યું છે –
"२ रे समदृष्टि जीवडा करे कुटुम्ब-प्रतिपाल । __ अंतर से न्यारी रहे ज्यों धाय खिलावे बाल ॥" સંક્ષેપમાં, અંતરાત્મા ભીતરમાં બાહ્ય પરભાવોથી અલગ રહે છે અને આત્માનો વિચાર કરીને પરમાત્મા તરફ જવા માટે યોગ્ય ધર્મ-પુરષાર્થ કરે છે. એ વિચારે છે કે ધર્મના પ્રભાવથી જ આ બધા શુભ સંયોગ અને સાધનો મળ્યાં છે, તો હવે મારે પરમ ઉપકારી મિત્ર સમાન ધર્મને શા માટે તજવો જોઈએ? ધર્મ જ મારા આત્માનું કલ્યાણ કરનારો છે. આત્માની અભિમુખ થવાથી આવા જીવ અંતરાત્મા કહેવાય છે.
ત્રીજો પ્રકાર છે પરમાનંદી પરમાત્માનો. સમસ્ત કર્મજન્ય વિનથી રહિત થઈને શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, નિરાકાર કે જીવનમુક્ત વીતરાગ બને છે. આવા આત્માઓ તો સદા-સર્વદા આત્મસ્વરૂપમાં જ રમણ કરે છે. પોતાના સ્વભાવ અને આત્મગુણોમાં જ તલ્લીન રહે છે.
જો બહિરાત્મા જીવ કર્મોનાં આવરણોને દૂર કરવા માટે શુદ્ધ ધર્મથી પુરુષાર્થ કરે, કામ, ક્રોધ, મદ, લોભ, કપટ, અભિમાન, રાગ-દ્વેષ, મોહ
આત્મા અને પરમાત્મા
૮૧
ર