________________
એક દિવસ શેઠની તબિયત ઘણી ગંભીર થઈ ગઈ. મરણ પથારીએ આવીને બેઠું.
દીકરાઓએ વિચાર્યું, “પિતાજીએ આપણને ઉછેર્યા છે. આપણા માટે સંપત્તિ એકઠી કરી છે, તેથી આપણું કર્તવ્ય છે કે અંતિમ સમયે તેમને પરમાત્માનું નામ યાદ કરાવીએ. “અંત મતિ સો ગતિ' એ કહેવત અનુસાર એમની ગતિ સુધરી જાય.'
આમ વિચારીને ચારે દીકરાઓ પિતાની પાસે આવ્યા અને એમની પથારીની આજુબાજુ ઊભા રહ્યા.
પ્રથમ મોટા દીકરાએ કહ્યું, “પિતાજી, હવે તમારી જિંદગીનો ભરોસો નથી. રામનું નામ લો.”
રામનું નામ સાંભળતાં શેઠને તરત જ કશું યાદ આવ્યું. તે બોલી ઊઠ્યા, “અરે ! રામા જાટ પાસેથી રૂપિયા લેવાના છે. ગમે તે થાય, માગી લેજો.” દીકરાઓએ વિચાર્યું, “વાત વિપરીત બની. ચાલો બીજું નામ યાદ કરાવીએ. કદાચ તેમના મનમાં ભગવાન જાગે.”
બીજા દીકરાએ કહ્યું, “પિતાજી, હવે તો કૃષ્ણ-કૃષ્ણ જપો.” આ સાંભળતાં શેઠ તત્કાળ બોલી ઊઠ્યા, “અરે ભાઈ ! પેલો કિશન ધોબી ધોતીજોટા લઈ ગયો હતો. એણે પૈસા આપ્યા નથી. બરાબર યાદ કરાવજો.”
નિશાન વીંધવામાં તીર નિષ્ફળ ગયું તેથી ત્રીજા પુત્રએ કહ્યું, “પિતાજી ! હવે તો ઘડી બે ઘડીના મહેમાન છો. ભગવાન-ભગવાન કરો.” ભગવાનનું નામ સાંભળતાં જ શેઠે કહ્યું, “અરે, જરા ભગવાન પંડિતનું ખાતું ખોલીને જોજો. તેમાં કેટલા રૂપિયા બાકી છે?”
અંતે ચોથા દીકરાએ કહ્યું, “પિતાજી ! બીજું કશું નહીં, તો પ્રભુ-પ્રભુ એટલું રટણ તો કરો.” પરંતુ શેઠનું ચિત્ત તો માયામાં ડૂબેલું હતું. તેને પ્રભુનું નામ ક્યાંથી પસંદ પડે? •
તરત જ બોલી ઊઠ્યા, “જુઓ તો ! પેલો પ્રભુ કામદાર ત્રણસો રૂપિયા લઈ ગયો હતો. બે વરસ થઈ ગયાં, પણ એણે એનું વ્યાજ ચૂકવ્યું નથી કે રૂપિયા પાછા આપ્યા નથી, એટલે તેનું ઘરબાર જા કરીને વ્યાજ સહિત રકમ વસૂલ કરજો.”
રત્નત્રયીનાં અજવાળાં