________________
વગેરે વિભાવોને છોડીને શીલ, ક્ષમા, નિરહંકાર, સંતોષ, સરળતા, નમ્રતા, વીતરાગતા વગેરે સ્વભાવમાં – આત્મગુણોમાં – રમણ કરવા લાગે, તો તે અંતરાત્મા બનીને ક્રમશઃ ગુણસ્થાનોનાં પગથિયાં ચઢતાં-ચઢતાં એક દિવસ પૂર્ણ-શુદ્ધ આત્મા-કર્મરહિત આત્મા-પરમાત્મા બની જાય છે. પરમાત્મપ્રાપ્તિનો ઉપાય
જિન મહામુનિઓએ અંતરાત્મા બનીને પરમાત્મતત્ત્વમાં લીન થવાની સાધના કરી છે. તેમણે પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ માટે વધારે સરળ ઉપાય આ બતાવ્યો છે. –
"सर्व निराकृत्य विकल्पजालं, संसारक्रांतारनिपातहेतुम् । विविक्तमात्मानमवेक्ष्यमाणो निलीयसे त्वं परमात्मतत्त्वे ॥" “હે મુમુક્ષુ ! જો તું પરમાત્મતત્ત્વમાં લીન થવા માગતો હોય, તો બધા પ્રકારના વિકલ્પોને તજી દે. આત્મામાં ઉત્પન્ન થનાર વિવિધ વિકલ્પ જ સંસારરૂપી ભવાટવિમાં ભટકાવે છે. આ મહેલ, ધનસંપત્તિ, મિત્ર, પત્ની, પુત્ર, જમીન-જાયદાદ મારાં છે. આ પ્રકારની મારાપણાની વિકલ્પજાળ જ આત્માને ચક્કરમાં નાખે છે. આ પરપદાર્થોમાંથી આત્મબુદ્ધિને દૂર કરી લો. આટલું જ નહીં, હું નિર્બળ છું, નિર્ધન છું, ધનિક છું, રાજા છું, રંક છું, આ બધા વિકલ્પો તથા આ મારો શિષ્ય છે, આ મારો ભક્ત છે વગેરે પ્રશસ્ત ગણાય તેવા વિકલ્પો પણ આત્માને પરમાત્મતત્ત્વમાં લીન નથી થવા દેતા, તેથી આ બધા વિકલ્પોથી આત્માને દૂર રાખીને નિર્કન્દ, નિર્વિકલ્પ રાખવો જોઈએ.
પોતાના આત્માને આ બધા વિકલ્પોથી મુક્તરૂપમાં અનુભવ કરવાનો પ્રયત્ન કરો. સંસારનો કોઈ પણ વિકલ્પ આત્માને સ્પર્શ ન કરે ત્યારે સમજવું કે પરમાત્મતત્ત્વમાં લીન થઈ ગયા, કારણ કે ત્યાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જ વિદ્યમાન રહે છે.
વિકલ્પોને દૂર કરવાનો ઉપાય એ છે કે પરમાત્માને આત્મામાં જુઓ. આત્મા પરમાત્મારૂપી સૂર્યની આભા છે. આત્મા ન હોત તો પરમાત્માની ચર્ચા જ ન થાય. હું (આત્મા) અને પરમાત્મા એક છીએ. અંતર એટલું જ છે કે હું (આત્મા) આવરણોથી ઢંકાયેલો છું. પરમાત્મા બધાં આવરણોથી દૂર છે. જે શક્તિ પરમાત્મામાં છે, તે જ આત્મામાં છે. આત્માની શક્તિ
રત્નત્રયીનાં અજવાળાં
૮૨