________________
આશ્રય નહીં આપે. આ જ રીતે શરીરના એશ-આરામ. આનંદ-પ્રમોદ અને સુખ-સુવિધા માટે દુનિયાભરનાં સાધનો એકઠાં કરશે, પૈસાને વ્યર્થ રીતે પાણીની જેમ વેડફી નાખશે, પરંતુ કોઈ દુઃખીની સેવામાં ધનનો ઉપયોગ નહીં કરે. માત્ર શરીરમાં જ આનંદ માનનાર બહિરાત્માઓ ગણાય. આવી વ્યક્તિઓ આત્મા વિશે ક્યારેય કશું સમજતી કે વિચારતી નથી અને એ જ રીતે પરમાત્માના સ્વરૂપનો પણ વિચાર કરતી નથી. ખાવું-પીવું, સંપત્તિ એકઠી કરવી, સંતાનો પેદા કરવાં, મોજ-મજા કરવી આ બાબતો જ તેમને માટે તો આત્મા અને પરમાત્મા છે.
નિષ્કર્ષ એ છે કે “બહિ' એટલે કે આત્માના પોતાના ગુણો અને સ્વભાવથી બહાર પરભાવો અને પરગુણોમાં જ અહર્નિશ રમણ કરનાર જીવ બહિરાત્મા છે. આવા આત્માઓ માટે પરમાત્મા અતિ દૂર છે.
શરીરની ત્રણ અવસ્થાઓ છે – બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બહિરાત્મા જીવ હોય તેને, આ ત્રણ અવસ્થાઓ શરીરના ચિંતનથી વિશેષ કશું વિચારવાની તક સાંપડતી નથી. એને પોતાના બહિરાત્મપણાનું કોઈ દુઃખ હોતું નથી અને કોઈ ધર્મગુરુ ગમે તેટલો ઉપદેશ આપે, તો પણ એને સહેજે શરમ આવતી નથી. આવી વ્યક્તિ ધૃષ્ટ અને નિર્લજ્જ થઈને શરીરના સુખ માટે દુનિયાભરનાં પાપકર્મો કરે છે અને પોતે જ પોતાના આત્માનો શત્રુ બને છે. ધર્માચરણની વાત તો ઘણી દૂર ગણાય, પણ આવી વ્યક્તિઓ ધર્મની સન્મુખ પણ નથી હેતી.
બાળપણમાં ગંદકીથી લપેટાએલા એને પોતાની જાતનું પણ એ કાળે ભાન હોતું નથી અને પરાધીન બનીને જીવતો હોય છે. યુવાનીમાં વિષયવાસનાના કીચડમાં ફસાયેલો રહે છે, ત્યારે પણ પોતાની જાતને સમજતો નથી. વૃદ્ધાવસ્થામાં તો શ્વાસ, ખાંસી, દમ જેવા કેટલાય રોગ થાય છે, તૃષ્ણા વધતી જાય છે અને ઘરના લોકો પણ – ગમે ત્યાં ઘૂંકીને કે મળ-મૂત્ર કરીને ઘર બગાડતા હોવાથી – નફરત કરે છે. આટલું બધું થયું હોવા છતાં પણ, વૃદ્ધાવસ્થામાં ધર્મની સન્મુખ જઈને પોતાના આત્મા વિશે કશું ય વિચારતો નથી. આનો અર્થ એ કે ત્રણે અવસ્થાઓમાં મનુષ્ય હોવા છતાં પશુની જેમ જીવે છે. પુરુષ તો તે કહેવાય, જે ધર્મમાં અને આત્મગુણોના વિકાસ માટે પુરુષાર્થ કરે. શ્રી DOC
રત્નત્રયીનાં અજવાળાં