________________
જનસેવા એ પ્રભુસેવા
પરમાત્માની સેવા-ભક્તિની બીજી રીત છે પ્રાણીસેવા ! કારણ કે પ્રભુ ત્રિલોકીનાથ છે, જગતના પિતામહ છે, જગવંદ્ય અને વિશ્વપૂજનીય છે. તે જગતનાં તમામ પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્યભાવ, દયા અને કરુણાથી ઓતપ્રોત હોય છે. જગતને કલ્યાણમાર્ગનો બોધ આપીને જગતની અપાર સેવા કરે છે. આવા સર્વભૂતાત્મભૂત પ્રભુના દ્વારા કરાયેલી જગસેવાથી બધાં પ્રાણીઓ તેમનાં આત્મીય બની જાય છે, એટલે વિશ્વનાં પ્રાણીઓની સેવા કરવી એ પણ એક અર્થમાં તેમની સેવા કરવા બરાબર છે. ગુજરાતના ભક્ત હરિદાસે એક ભજનમાં ગાયું છે. -
જનસેવા તો પ્રભુની સેવા એહ સમજ વીસરાય નહીં, ઊંચનીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહીં.” જનતા જનાર્દનની સેવા જ એક અર્થમાં પ્રભુની સેવા છે. કૈવલ્ય જ્ઞાન અને કૈવલ્યદર્શનની મહાજ્યોતિ પ્રાપ્ત કરી લીધા પછી તીર્થંકર ભગવાન મહાવીરે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી પગે ચાલીને જનસેવા કરી હતી. જનતાજનાર્દનની નિષ્કામ સેવા કરવી એ જ એક કર્તવ્ય બાકી રહ્યું હતું. તેમની દૃષ્ટિમાં જનસેવાનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું, તે ઇન્દ્રભૂતિ ગૌતમ અને ભગવાન મહાવીરના આ ઐતિહાસિક સંવાદથી જાણી શકાય છે.
એક વાર ગૌતમસ્વામીના અંતર્મનમાં એકાએક સહસા એવી શંકા જાગી કે તેનું સમાધાન પામવા જ્ઞાનના મહાપ્રકાશ ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા. હાથ જોડી, વંદના કરીને વિનીતભાવથી તેમણે પૂછવું,
ભગવનું ! બે વ્યક્તિ છે. એમાંથી એક તો દિવસ-રાત આપની સેવામાં તત્પર રહે છે. આપના નામની માળા ફેરવે છે. આપની સ્તુતિ કરે છે, આપનાં દર્શન કરે છે, આપની વાણી સાંભળે છે. તેની આસપાસ દુઃખી છે, નિરાશ્રિત છે, તેમના આર્તનાદથી આખું વાતાવરણ કરુણાપૂર્ણ થઈ ગયું છે. તે સમર્થ છે. તેમને આશ્રય આપી શકે છે. તેમનો આધાર બની શકે છે, પરંતુ આપની સેવા કરવામાંથી તેને સમય મળતો નથી.
બીજી વ્યક્તિ એવી છે કે જેને હૃદયમાં આપના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવના છે, પરંતુ આપનું દર્શન અને આપની વાણી સાંભળવા માટે તેને સમય મળતો નથી, કારણ કે દીન-દુઃખીને જોતાં એનું હૈયું કરુણાથી
સાચી સેવાભક્તિ.