________________
ચૈતન્ય અને આનંદ એટલે સુખ. ત્રણેય કાળમાં અસ્તિત્વ હોવું, જ્ઞાન-દર્શનમય (ચૈતન્યરૂપ) હોવું અને આનંદરૂપ હોવું, આ ત્રણેય ગુણ જેમ પરમાત્મામાં છે, તેવી જ રીતે આત્મામાં પણ વસેલા છે.
આત્મા ક્યારેય નષ્ટ થવાનો નથી, તેની સત્તા સદા સર્વદા રહેશે. આત્માનો ચૈતન્યગુણ પણ આપણા અનુભવથી સિદ્ધ છે. જો આત્મામાં આ ચૈતન્યગુણ ન હોત તો તે જડ બની જાત.
મૃતદેહમાં ચેતના નથી હોતી એટલે એ કોઈ સંવેદના અનુભવી શકતો નથી. આ પ્રમાણે જો આત્મામાં સંવેદના ન હોય, તો તે પણ મૃતદેહની જેમ સંવેદનહીન જ હોય, પરંતુ આવું કદી હોતું નથી. આત્મા-પરમાત્માનો ભેદ
આનંદનો ગુણ એ આત્માનો સ્વાભાવિક ગુણ છે. એ ન હોત તો એને સુખની પ્રતીતિ કેવી રીતે થાય ? પરમાત્માના આ ત્રણેય ગુણ આત્મામાં રહેલા છે, ત્યારે આત્માને પરમાત્માથી જુદો કઈ રીતે ગણી શકાય ?
ગુણોના ભેદને કારણે જ એક પદાર્થને બીજા પદાર્થથી ભિન્ન જોઈ શકીએ, જ્યારે આત્મા અને પરમાત્માના ગુણોમાં કશી કોઈ ભિન્નતા નથી તેથી તેમને ભિન્ન માનવા યોગ્ય નથી.
જડ અને ચેતનના ગુણોમાં સ્વાભાવિક ભેદ છે. આ બંનેને અલગઅલગ જોવા-જાણવામાં આવે છે, પરંતુ આત્મા અને પરમાત્માના ગુણોમાં એવો કોઈ મૂળભૂત કે મૌલિક ભેદ નથી. પરિણામે આત્મા અને પરમાત્મામાં વસ્તુસ્વરૂપની દૃષ્ટિએ કોઈ મૌલિક ભેદ માની શકાતો નથી.
ખાણમાંથી નીકળેલા સુવર્ણ પર ઘણી માટી અને મેલ જામેલાં હોય છે, જ્યારે વિશુદ્ધ સુવર્ણ પર સહેજે માટી-મેલ હોતાં નથી, પરંતુ બંનેના સુવર્ણ તરીકેના સ્વભાવમાં કોઈ ભેદ કે ભિન્નતા નથી. માત્ર વિશુદ્ધ અને અશુદ્ધનો જે ભેદ દેષ્ટિગોચર થાય છે, તે સ્થાયી નથી, માત્ર થોડા સમયની અપેક્ષાથી છે.
આ રીતે આત્મા અને પરમાત્મામાં નિશ્ચયર્દષ્ટિએ, સ્વરૂપની અપેક્ષાએ મૂળભૂત કોઈ ભેદ ન હોવા છતાં પણ વ્યવહારષ્ટિએ વિશુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ દેખાતો ભેદ સ્થાયી નથી. સમય જતાં એ દૂર થઈ શકે છે ૬૮
રત્નત્રયીનાં અજવાળાં
છે