________________
મોટી ખાઈ પડેલી છે. જે દિવસે કર્મોના તરફ મોહનું જાળું દૂર થશે, તે દિવસે બેની વચ્ચેનું આવરણ પણ દૂર થઈ જશે. ખાઈ પુરાઈ જશે અને આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ કે અંતર સમાપ્ત થઈ જશે. ઈસ્લામ ધર્મના એક શાયરે ગાયું છે –
"तू जिस्म जिगर और जहाँ नहीं जानना । फिर क्यों नहीं कहता, खुदा जो तू है दाना ॥" .
“જો તું શરીર, હૃદય અને સંસારને પોતાનાં નથી માનતો, તો પછી શા માટે કહી દેતો નથી કે હું ખુદા છું.”
આ ત્રણે બાબતો શરીર અને શરીર સાથે સંબંધિત છે. આ ત્રણે પ્રત્યે આસક્તિ નહીં હોય અને સ્વ-આત્માથી એ અલગ થઈ જશે, તો શુદ્ધ આત્મા સિવાય બીજું રહેશે શું ? આવી અવસ્થામાં એને ખુદા કે પરમાત્મા કહેવો સહેજે અસંગત નથી. વળી આમાં અહંકારની પણ કોઈ છાયા નથી.
પરભાવમાંથી સ્વભાવ
સ્વસ્થ માનવીને દવા લેવાની કે કોઈની પાસે ઉપચાર કરાવવાની જરૂર રહેતી નથી, માત્ર એ બીમાર હોય ત્યાં સુધી એને વૈદ્ય કે ડોક્ટરની દવા કે સારવાર લેવી પડે છે. દર્દમુક્તિ થઈ ગયા પછી તેને કોઈ ઔષધ-ઉપચારની જરૂર નથી. એ રીતે જ્યાં સુધી આત્મા પર કર્મોની માંદગી કે ક્રોધાદિ માનસિક વિકારોની બીમારી લાગુ પડી હોય, ત્યાં સુધી તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી દવા લેવાની જરૂર હોય છે. જ્યારે આત્મા આ કર્મો કે વિકારોની માંદગીથી મુક્ત થઈને સ્વસ્થ, સ્વરૂપસ્થ થઈ જશે ત્યારે તેને કોઈ ઔષધ લેવાની આવશ્યકતા નહીં રહે. આ રીતે આત્મા પોતાનો રાજા-સ્વભાવ ભૂલીને કર્મોના ચક્કરમાં ઘૂમતો રહેશે, કિંતુ જેવો આત્મા પોતાના સાચા રાજા-સ્વભાવને ઓળખી લેશે અને કર્મો અને પરભાવોના ચક્રમાંથી બહાર આવી પોતાની શક્તિનો ખ્યાલ મેળવશે, ત્યારે તેને પરમાત્મારૂપી રાજા જેવા બનતાં વાર નહીં લાગે.
આ વાતને સમજાવવા માટે આપણા સંતો સિંહના બચ્ચાનું આવું દૃષ્ટાંત આપે છે – ૦૦
રત્નત્રયીનાં અજવાળાં