________________
પોતાને ઘેટું જ સમજવા માંડ્યો છે. એક દિવસ એને પરમાત્મા સ્વરૂપનો કોઈ આપ્તપુરુષ ખ્યાલ આપે છે અને આ આસપુરુષની વાત પર વિશ્વાસ ઠેરવીને જ્ઞાનરૂપી જળમાં આત્માના સાચા સ્વરૂપને જુએ છે. એ પછી દેઢ વિશ્વાસ જાગે છે કે હું ઘેટું નહીં, બલ્કે સિંહ છું. પરમાત્મારૂપી સિંહ જેવું જ મારું સ્વરૂપ છે. બસ, ત્યારથી જાગ્રત બનીને તપસંયમમાં પરાક્રમ કરે છે ત્યારે કર્મરૂપી ઘેટાં અને મોહરૂપી ભરવાડ બધાં તેને છોડીને ભાગી જાય છે. તે પોતાના સ્વસ્વરૂપ-પરમાત્મસ્વરૂપને પામે છે.
આ રીતે કર્મજન્ય ઉપાધિઓ આત્મા પરથી દૂર થાય, તે સમયે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, એ જ આત્મા પરમાત્મા કહેવાય છે.
પરમાત્માની આરાધનાની આવશ્યકતા
હવે પ્રશ્ન એ થાય કે જો આત્મા અને પરમાત્માના ગુણ સમાન હોય, અને બંને સમાન કોટિના હોય, તો પછી પરમાત્માની આરાધના કરવાની શી જરૂર ? પરમાત્માને આરાધ્ય અને આત્માને આરાધક શા માટે માનવા જોઈએ ?
આનો ઉત્તર એ કે જડ અને આત્માની જેમ બંનેમાં મૂળભૂત મૌલિક ભેદ હોત તો પરમાત્મા આત્મા માટે આરાધ્ય ન હોત, પરંતુ આત્મા અને પરમાત્મામાં જડ-ચેતન જેવા ગુણોનો મૂળભૂત ભેદ હોતો નથી. આથી જ પરમાત્મા બનવાની કે પરમાત્માની આરાધના કરવાની જરૂર રહે છે.
મૂળભૂત રીતે આત્મા અને પરમાત્મા પોતાના ગુણોની દૃષ્ટિએ એક જ હોવા છતાં વર્તમાન અવસ્થામાં કર્મજન્ય ઉપાધિને કારણે, આત્માનું પરમાત્માથી અંતર પડી ગયું છે આવા અસ્વાભાવિક અંતરને દૂર કરવા માટે પરમાત્માની આરાધના જરૂરી છે.
આત્મા કર્મજન્ય બંધનોને દૂર કરીને શુદ્ધ થાય ત્યારે પરમાત્મા બની શકે છે. તેનામાં પરમાત્મા બનવાની યોગ્યતા રહેલી છે. પરમાત્માના ગુણ પણ આત્મામાં સત્તાના રૂપમાં વિદ્યમાન છે. આથી જ એણે પરમાત્મા બનવા માટે એનો આદર્શ નજર સામે રાખવાની જરૂર છે. માટીમાં ઘડો બનવાની યોગ્યતા ન હોત તો કોઈ પણ કુંભાર ઘડો બનાવવા માટે
આત્મા બને પરમાત્મા
63