________________
એક ગુફામાં સિંહણે સિંહબાળને જન્મ આપ્યો અને એનું પાલન-પોષણ કરતી હતી. એક દિવસ સિંહણ શિકારની શોધમાં ક્યાંક બહાર ગઈ હતી અને એનું બચ્ચું એકલું જ હતું. એ સમયે એક ભરવાડ ઘેટાંઓને લઈને પસાર થઈ રહ્યો હતો. એક-બે ઘેટાં ચરતાં-ચરતાં ગુફાની પાસે પહોંચી ગયા. સાંજ પડવા આવી હતી. બધાં ઘેટાં ટોળામાં આવી પહોંચ્યાં હતાં, પરંતુ એક-બે ઘેટાં આવ્યાં ન હતાં. ભરવાડને ઘણો ગુસ્સો આવ્યો. એણે લાકડી લીધી અને ઘેટાંઓની પાસે આવીને જોરથી બૂમ પાડીને લાકડી ફટકારતાં મોટા અવાજે કહ્યું,
સાંજ પડવા આવી છે ને હજી સુધી તમે અહીંયાં જ ચરી રહ્યાં છો” એ સમયે સંજોગવશાત સિંહનું બચ્ચે પોતાની ગુફામાંથી નીકળીને તે ઘેટાંઓની પાસે આવીને બેઠું હતું. તેણે સાંજનું નામ સાંભળ્યું ત્યારે તે ડરી ગયું અને વિચાર્યું કે આ કોઈ ભયંકર જાનવર હશે, જે પ્રાણીઓને ખાઈ જતું હશે.
અંધારામાં કંઈ ન સૂઝવાથી ભરવાડે ઘેટાંઓને લાકડી મારતાં – મારતાં સિંહના બચ્ચાને પણ લાકડી ફટકારી દીધી. બિચારું સિંહબાળ ભયભીત થઈને ગુફામાં જવાને બદલે ત્યાં જ બેસી રહ્યું. જ્યારે ઘેટાં આગળ ચાલવા લાગ્યાં ત્યારે એમની સાથે તે પણ ચાલવા લાગ્યું. પછી તો એ ઘેટાંઓની સાથે જ રહેવા લાગ્યું. ઘેટાંઓની જેમ જ ખાવા-પીવાનું, બોલવાચાલવાનું શીખી ગયું.
ભરવાડે વિચાર્યું, “સારું થયું. સિંહનું બચ્ચું મારા વશમાં આવી ગયું અને ઘેટાંની જેમ જ વર્તવા લાગ્યું છે.”
એક દિવસ સંયોગવશાતુ ઘેટાંઓને હાંકતો હાંકતો ભરવાડ એક નદીકિનારે પાણી પિવડાવવા લાગ્યો. સિંહનું બચ્ચું સાથે જ હતું. જેવી રીતે ઘેટાંઓ નદીમાં પાણી પીતાં હતાં તેવી રીતે તે પણ પાણી પીવા માંડ્યું. નદીના સામા કિનારે એક વિકરાળ સિંહ બેઠો બેઠો આ બધું નીરખતો હતો. એને ભારોભાર આશ્ચર્ય થયું કે આ સિંહબાળ મારી જાતિનું હોવા છતાં ય આ ઘેટાંઓની સાથે કેવી રીતે ભળી ગયું? વળી પોતાની જાતને ભૂલીને આ ઘેટાંઓની જેમ શા માટે વર્તે છે? મારે એને સાવધાન કરવું જોઈએ.
આત્મા અને પરમાત્મા
૧