________________
ભોજન કરાવ્યું. છોકરો ખુશ થઈને ચાલ્યો ગયો.
માર્ટિને મનોમન વિચાર્યું કે ભગવાને મને કહ્યું હતું કે હું ત્રણ વાર તારે ઘેર આવીશ, પણ તેઓ તો એક પણ વાર આવ્યા નહીં. હવે તો રાત પડવાની છે. અંધારું થવાનું છે. હવે શું? છતાં માર્ટિને ઘણી જ રાહ જોઈ, પરંતુ છેવટે ભગવાન ન મળતાં તે નિરાશ થઈ ગયો.
ભોજન કર્યા બાદ બાઇબલ વાંચીને માર્ટિન સૂઈ ગયો અને થોડીક આંખ મળી કે ભગવાને સ્વપ્નમાં કહ્યું, “હું તારે ત્યાં ત્રણ વાર આવ્યો હતો. એક વાર વૃદ્ધના રૂપમાં, બીજી વાર ડોશીના રૂપમાં અને ત્રીજી વાર બાળકના રૂપમાં. તેં કોટ આપીને મારી ઠંડી ઉડાડી, મને ખવડાવ્યું અને મને મદદ કરી. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”
આ છે જનસેવામાં પ્રભુસેવાનો નમૂનો. આ પ્રકારની શુભ મનોવૃત્તિ અંતરમાં વસતી હોય, તે પોતાનું સર્વસ્વ જનતા જનાદર્નનાં ચરણોમાં સમર્પિત કરી દે છે.
ભગવાનનો સાચો ભક્ત સમય આવ્યે સર્વસ્વ બલિદાન કરવા માટે તૈયાર થઈ જાય છે. વાસ્તવિક પ્રભુભક્તિ તો માથા સાટેનો સોદો છે, પરંતુ આજકાલના ઘણા ભક્તો માથું આપવાનું તો દૂર રહ્યું, પોતાની જિંદગીમાં રહેલી ખરાબીઓને પણ છોડવા નથી માગતા. તેઓ ભગવાનની ભક્તિ માત્ર સ્વાર્થ માટે જ કરે છે. જો સ્વાર્થ સિદ્ધ ન થાય તો તેઓ ભગવાનને પણ છોડી દે છે. આ ભક્તિ નથી, કિંતુ સ્વાર્થની સોદાબાજી
જર્મની સાથે બ્રિટનનું મહાયુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે જર્મન પ્રજા પોતાના દેવળમાં જઈને પ્રાર્થના કરતી હતી,
“હે ભગવન્! તું ઇંગ્લેન્ડને હરાવી દે.”
ઇંગ્લેન્ડના લોકો પોતાના દેવળમાં જઈને એવી પ્રાર્થના કરતા કે, “હે ભગવન ! તું જર્મનીને હરાવી દે.”
આવી દશામાં ભગવાન કોનો પક્ષ લે અને કોનો નહીં? કેવા છે એ ભક્તોને, જે ભગવાનને પણ ચક્કરમાં નાખવાનો પ્રયત્ન કરે છે. શું
રત્નત્રયીનાં અજવાળાં
૬૪