________________
કરીએ, તેમના ધર્મ પ્રચાર-પ્રસારના અધૂરા કાર્યને પૂર્ણ કરવા-કરાવવામાં, ધર્મવૃદ્ધિ કરવા-કરાવવામાં સહયોગ આપીએ, સ્વયં ધર્મપાલન કરીએ, બીજાઓને ધર્મપાલનમાં પ્રેરિત કરીએ, તેમના દ્વારા રચિત ધર્મસંઘમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉન્નતિ માટે પ્રયત્ન કરીએ, સંઘ(શાસન)ની રક્ષા માટે પુરુષાર્થ કરીએ.
સિદ્ધ ઈશ્વરની સાચી સેવા એ છે કે જે દુનિયાનું કલ્યાણ કરતાં કરતાં (પોતાની આત્મસાધના સહિત) તેઓ સિદ્ધ (મુક્ત) બન્યા, તે સિદ્ધ ઈશ્વર દ્વારા વધુ સારી બનેલી અને વિશેષે ધર્મસંમુખ અને સુસંસ્કૃત કરેલી સૃષ્ટિને વિકૃત કરીએ નહીં, પરંતુ સૃષ્ટિને વિશેષે આનંદમય, જ્ઞાનમય અને શ્રદ્ધામય બનાવવામાં પોતાનો યોગ આપીએ અને તે કાજે પુરુષાર્થ કરીએ. દુનિયામાં મારામારી, લૂંટફાટ, દગો, તોફાન, અપ્રામાણિકતા, અન્યાય, અત્યાચાર, ચોરી, મદ્યપાન, જુગાર, માંસાહાર, વ્યભિચાર વગેરે દૂષણો કે અનિષ્ટોનું સેવન કરીને આ આનંદકંદમય બનેલી સૃષ્ટિને નરક જેવી અશાંત અને અવ્યવસ્થિત બનાવી દે છે, તે વ્યક્તિ ભલે ઔપચારિક રૂપે અથવા દંભથી બાહ્યરૂપે પરમાત્માની સેવા-પૂજા, વંદના-અર્ચના વગેરે કરતો હોય, તે તેની વાસ્તવિક સેવા-ભક્તિ કરતી નથી.
એક રાજાએ પોતાના નગરની બહાર એક વિશાળ બગીચો બનાવડાવ્યો. આ વિશાળ બગીચાને એક માળી સંભાળી શકે તેમ નહોતો, તેથી રાજાએ બે માળી રાખ્યા. બંનેને અડધો-અડધો બગીચો સોંપતાં રાજાએ સૂચના આપી, ‘જુઓ, તમને સોંપાએલા બગીચાના ભાગની પૂર્ણ સંભાળ લેજો. બગીચાને વિશેષ સમૃદ્ધ અને સુંદર બનાવજો. કોઈ પશુ પેસી જઈને નુક્સાન ન પહોંચાડે, ગમે ત્યાં, ગમે તેમ ઝાડી-ઝાંખરાં, કાંટા ઊગી ન જાય અને વૃક્ષ-છોડ સુકાઈ ન જાય તેનું બરાબર ધ્યાન રાખજો.’’
બંનેએ રાજાની વાત શિરોધાર્ય કરી, કિંતુ આ બેમાંથી એક માળી સાવ બેદરકાર હતો. એ બગીચામાં પૂરું પાણી પાતો નહીં કે ઝાડી-ઝાંખરાં ઉખાડતો નહીં. જાનવરોથી બગીચાની રક્ષા કરતો નહીં અને વૃક્ષ-છોડની સંભાળ રાખતો નહીં.
એનામાં એક જ વિશેષતા હતી કે તે નિયમિતપણે રાજાને ત્રણ વાર પ્રણામ કરવા જતો હતો અને કહેતો હતો, રાજાની ગાદી સુરક્ષિત રહે.’’
સાચી સેવાભક્તિ
૫૦