________________
સાચી સેવાભક્તિ
જગતમાં પરમાત્માની સેવા અને ભક્તિનો અતિ મહિમા છે. બધા ધર્મોમાં પરમાત્માની બંદગી, સેવા, ભક્તિ અને નમસ્કાર વગેરેનો ઉલ્લેખ કોઈ ને કોઈ રૂપમાં મળે જ છે. જૈનધર્મમાં આ વિશે ઘણા ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે. જૈનધર્મએ સેવાભક્તિનાં બધાં અંગો પર વિશ્લેષણ કર્યું છે. સેવાનું રહસ્ય
પ્રશ્ન એ છે કે સિદ્ધ-ઈશ્વર તો નિરંજન-નિરાકાર છે, તેમને તો કોઈ શરીર, ઇન્દ્રિયો કે અંગ-ઉપાંગ હોતાં નથી અને આપણાં ચર્મચક્ષુઓથી એ દષ્ટિગોચર નથી, તો પછી એમની સેવા-ભક્તિ કેવી રીતે કરી શકાય ?
જો એમ કહેવામાં આવે કે મુક્ત ઈશ્વર (વીતરાગ-તીર્થંકર) તો શરીરધારી હોય છે, તેમની સેવાભક્તિ થઈ શકે છે, પરંતુ તીર્થકર કે તેમના અનુગામી સાધુ-સાધ્વી બધાં મુનિવેષમાં હોય છે અને મુનિવેષમાં હોવાને કારણે મોટા ભાગે કોઈ પ્રકારની શારીરિક સેવા તો ગૃહસ્થો પાસેથી સાધુમર્યાદા અનુસાર તેઓ લેતા નથી. હા, આહાર-પાણી આપવાં, દવા વગેરે આપવી, ધર્મપ્રચારમાં સહયોગ આપવો જેવાં કાર્યો દ્વારા ગૃહસ્થો સેવાભક્તિ કરી શકે છે.
પ૦
નયીનાં અજવાળાં