________________
કરવા માટે ભગવાનનો ભક્ત કે સેવક બની જાય, તો તે પણ ભગવાનનો સાચો ભક્ત કે સેવક કેવી રીતે કહેવાય ?
માની લો કે, ઈશ્વરલાલ નામના એક શેઠને ત્યાં બે ગુમાસ્તા રહે છે. એકનું નામ છે ભક્તદાસ અને બીજાનું નામ છે સેવકરામ. બંને ભિન્ન પ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ છે. જ્યારે જુઓ ત્યારે ભક્તદાસ શેઠના નામની માળા ફેરવ્યા કરતો હોય, પણ શેઠના વ્યાપારધંધાના કારોબારમાં સહેજે ધ્યાન આપે નહીં. એ હિસાબક્તિાબ યોગ્ય રીતે રાખે નહીં કે ન તો એ ગ્રાહકો સાથે વ્યવસ્થિત રીતે સોદો કરે. શેઠ જ્યારે આવે છે ત્યારે હાથ જોડીને ઊભો થઈ જાય. તેમનાં ચરણોમાં પડીને નમન કરે. તેમની અતિશયોક્તિભરી પ્રશંસા કરે.
બીજો ગુમાસ્તો સેવકરામ શેઠના નામની માળા નથી ફેરવતો. શેઠ જ્યારે આવે છે ત્યારે વિનય-શિષ્ટાચાર અવશ્ય દાખવે છે, પરંતુ ખોટી પ્રશંસા કરવાને બદલે, શેનું કામ વ્યવસ્થિત રીતે અને વિશ્વાસથી બજાવે છે. વ્યવસ્થિત રીતે હિસાબ રાખે છે અને ગ્રાહક સાથે વિચારીને સોદો કરે. હવે બતાવો, ઈશ્વરલાલ શેઠ બંનેમાંથી કોના પર પ્રસન્ન થશે ? ક્યો ગુમાસ્તો તેમને પ્રિય હશે ? કયા ગુમાસ્તાને રાખવા માટે શેઠ રાજી થશે ?
ઈશ્વરલાલ શેઠ ગુમાસ્તા સેવકરામ)ને પસંદ કરશે. એ એમને પ્રિય હશે, કારણ કે તેમનું કામ વ્યવસ્થિત રીતે કરે છે.
આ પરથી શેઠના ય શેઠ પરમ શ્રેષ્ઠ પરમાત્માને પણ તે જ વ્યક્તિ પ્રિય હશે, જે એમની આજ્ઞાઓનું યથાર્થરૂપે પાલન કરતો હશે. તેમના દ્વારા રચાયેલ (સ્થાપિત) સંઘ(તીથ)ની ઉન્નતિ માટે પ્રયત્ન કરતો હશે. તેમના દ્વારા પ્રચારિત વ્યાપક અને શુદ્ધ ધર્મનું પાલન કરવા અને કરાવવા માટે પણ એ સતત પ્રયત્નશીલ હશે અને આ જ વાસ્તવિક રૂપમાં પરમાત્મસેવા હશે.
પાપકર્મોનો પશ્ચાત્તાપ
દુનિયામાં આજે ભગવાનની વાસ્તવિક સેવા-ભક્તિ બહુ ઓછી જોવા મળે છે. લોકો અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. જૂઠું બોલે છે, દગો કરે છે, વ્યાપાર-ધંધામો અપ્રામાણિકતા આચરે છે, ચોરી કરે છે ને લાંચ લે છે તેમ જ અન્યાય-અત્યાચાર પણ કરે છે અને એ પાપના ફળથી ; પર
રત્નત્રયીનાં અજવાળાં