________________
આખરે ફૂલાંબાઈએ પોતે ઊઠીને નમ્રતાપૂર્વક કહ્યું, “આપ જે પણ હો, મારા માટે તો પ્રભુતુલ્ય છો, ગુરુજન છો અને આજથી હું આપને મારા મોટાભાઈ માનું છું અને આપ મને આપની નાની બહેન સમજજો. અત્યાર સુધી તો આપ આપના કામસર અહીં રોકાયા હતા, હવે મારી વિનંતી છે કે આપ વધુ એક સપ્તાહ રોકાઈ જાવ. આપના સત્સંગથી મારી શંકાઓનું સમાધાન કર્યું અને વળી આપના જ્ઞાનનો લાભ પણ મળે.”
ભગત કહેવા લાગ્યા, “બહેન ! હું તો તને ક્યારનો ય બહેન માની ચૂક્યો. મારે પાછા ફરવું અત્યંત જરૂરી હોવા છતાં તારા અતિ આગ્રહને કારણે એક સપ્તાહ વધારે રોકાઈ જઈશ.”
ફૂલાંબાઈએ પોતાના પડોશીઓની અને પરિચિતોની ક્ષમા યાચી. પિયરમાં પણ પત્ર લખીને સઘળા સમાચાર મોકલ્યા અને સહુની લેખિત ક્ષમાયાચના કરી. એના પિયરના પરિવારમાં પણ પોતાની પુત્રીના સ્વભાવ-પરિવર્તનની ઘટના સાંભળીને સહુનાં હૃદયમાં આનંદ છલકાઈ રહ્યો.
આ બાજુ ફૂલાંબાઈએ પ્રતિદિન સત્સંગના સમયે ભગત પાસેથી શંકા-સમાધાન મેળવવાનું શરૂ કર્યું. બાળપણમાં સાંભળેલા ગીતાના શ્લોકોનો સાચો ભાવાર્થ સમજી અને એ પણ ભગતે તેને સારી રીતે સમજાવી દીધું કે ભગવાનનો નિવાસ તો આપણા ભીતરમાં – હૃદયમાં છે. શરીરરૂપી મંદિરમાં, હૃદયરૂપી વેદિ પર અજ્ઞાનવશ ક્રોધ, કામ, મોહ, અભિમાન, દ્વેષ, ઈર્ષા, કલહ આદિ દુર્ગુણોને બિરાજમાન કરી દઈએ છીએ, ત્યાં ભગવાન કઈ રીતે પ્રવેશી શકે? પરિણામે તારે ત્યાંથી ભગવાન અન્યત્ર જઈ રહ્યા હતા, આથી એમ પણ કહ્યું છે –
"देहो देवालयः प्रोक्तो, जीवो देवः सनातनः ।
त्यजेदज्ञाननिर्मालयं, सोऽहंभावेन पूजयेत ॥" “આ શરીર ઈશ્વરનું મંદિર કહેવાય છે અને શુદ્ધ સનાતન આત્મા તેમાં બિરાજિત પરમાત્મદેવ છે. અજ્ઞાનને કારણે જીવનમાં આવનારી મલિનતાઓને - કામ, ક્રોધાદિ મેલને – છોડી દઈએ તો તે આત્મા સ્વયં જ ઈશ્વરના રૂપમાં પૂજનીય થઈ જાય છે. આ જ ઈશ્વરની પૂજા છે.”
રત્નત્રયીનાં અજવાળાં
ક
૪૮
કારક
ક