________________
થોડા સમયમાં જ ફૂલાંબાઈને ઈશ્વરનિવાસ, ઈશ્વરભક્તિ વગેરે વાતોનું રહસ્ય સમજાવા લાગ્યું. એ પછી ભગતને આખા પરિવારે સહર્ષ વિદાય આપી. ફૂલાંબાઈના પિયર પક્ષના લોકોએ પણ ભગતને સત્સંગ માટે બોલાવ્યા અને એમના ઉપકાર માટે તેમનો અત્યંત આભાર માન્યો.
આ વાર્તા પરથી ખ્યાલ આવશે કે ભગવાન ક્યાં રહે છે ? ક્યાં નહીં?
આનું તાત્પર્ય એ છે જે કાર્યથી સત, ચિત અને આનંદની પ્રાપ્તિ થાય છે, ત્યાં જ ઈશ્વરનો નિવાસ છે. મન, વચન, કાયાની પવિત્રતા યથાર્થ શ્રદ્ધા અને સમ્યગુ જ્ઞાનપૂર્વક યોગ્ય રીતે ધર્માચરણ કરવાથી જ શક્ય બને છે. જ્યાં પવિત્રતા છે, ત્યાં ઈશ્વરનો નિવાસ છે.
જ્યાં સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર્યની ત્રિવેણી વહેતી નથી, ત્યાં મન, વચન, કાયાની શુદ્ધિ રહેતી નથી. અશુદ્ધિ હોય ત્યાં, પ્રભુ દૂર ને દૂર રહે છે. મનુષ્ય ધર્મવિરુદ્ધ આચરણ કરે, ત્યારે એની લોકનિંદા થાય છે. આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપ થાય એવાં પાપકર્મ કરવા લાગે છે. આ સમયે સમજવું કે ઈશ્વર એ આત્માથી દૂર ગયો છે. એકાદ ખરાબ કર્મ થાય તો ઈશ્વર હૃદયમાંથી વિદાય લઈ લે છે. કર્તવ્યપાલનમાં જ ઈશ્વર છે. ધર્મના યથાર્થ પાલનમાં ઈશ્વરદર્શન સમાયેલું છે. ઇમાનદારીમાં ઈશ્વર વસે છે. તમારું કાર્ય ધર્મદષ્ટિથી બેયને અનુકૂળ અને પવિત્ર હશે તો તમારા પ્રત્યેક કાર્યમાં ઈશ્વર સાથે રહેશે.
ઈશ્વર ક્યાં છે? એ વિષયમાં વિસ્તારપૂર્વક વાત કરી. તમે તેને હૃદયંગમ કરો અને તમારા જીવનમાં ઉતારો. ઈશ્વરના નિવાસના જ્ઞાનને જ બીજા શબ્દોમાં ઈશ્વરદર્શન કે ઈશ્વર-સાક્ષાત્કાર કહેવાય છે. આવું ઈશ્વરદર્શન ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે. તમે તમારા જીવનમાં તે માટે પુરુષાર્થ કરશો તો જરૂર પ્રાપ્તિ થશે જ.
સ્થળ : એડીઝનો ઉપાશ્રય પાયધુની, મુંબઈ
સમય : સંવત : ૨૦૦૬ કાર્તિક વદ-૪ ૧. અંગ્રેજીમાં એક કહેવત છે – "Cleanliness is next to Godliness." ઈશ્વરતત્ત્વનું બીજું નામ છે પવિત્રતા.” –
છે પરમાત્માનું નિવાસસ્થાન.