________________
કારણ કે મારા આવા દુર્વ્યવહારો અને દોષને કારણે ભગવાન આપણા ઘરેથી ચાલ્યા જવાના હતા. જો ભગત ન આવ્યા હોત અને મને સત્રેરણા આપીને ભગવાનને રાખવાનો ઉપાય બતાવ્યો ન હોત, તો ભગવાન આપણે ત્યાંથી ચાલ્યા જવાના હતા. ભગતની સાથે જ ચાલ્યા જાત. ભગતને ભગવાને સ્વપ્નમાં સંદેશો આપ્યો હતો.”
બધાંએ કહ્યું, “ખેર ! જે થયું તે સારું થયું. અમે બધાં તને ક્ષમા આપીએ છીએ. ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન ન કરીશ. અત્યારે તો ચાલો, બીજી બધી વાતો ઘેર જઈને કરીશું.”
બધાં ઘેર આવ્યાં. ભોજનના સમયે ભગત પણ શેઠને મળવા આવ્યા હતા. ભોજન કરીને બધાં નિરાંતે દીવાનખંડમાં બેઠાં.
પહેલાં તો ફૂલાંબાઈએ પોતાની પ્રકૃતિના પરિવર્તનની અથથી ઇતિ સુધી કથા સંભળાવી.
બધાંએ ભગતનો આભાર માનતાં કહ્યું, “ભગત ! તમે અમારી પર કૃપા કરીને અમારી વહુને બદલી નાખી, ઘર અને પડોશમાં સદાને માટે સુખ-શાંતિ કરી આપી. આ માટે અમે તમારા જન્મ-જન્માન્તર સુધી ઋણી રહીશું.”
ભગત બોલ્યા, “ભાઈ, તમે શા માટે નાહક મને શ્રેય આપો છો ? આમાં વળી મેં કર્યું મોટું કામ કરી નાખ્યું છે ? આ તો મારું કર્તવ્ય જ હતું અને જો હું કર્તવ્ય માટે પુરુષાર્થ કરું નહીં, તો મારી પ્રભુભક્તિ લાજે. જો ભગવાનની કૃપા ન થઈ હોત અને ફૂલાંબાઈએ પોતાની પ્રકૃતિ બદલવાનો સંકલ્પ ન કર્યો હતો, તો હું શું કરી શકત ?”
તેઓ કહેવા લાગ્યા, “ભગત ! અમે ઘણા લાંબા સમયથી વહુનો સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ અમારો પ્રયત્ન સફળ થતો નહોતો ત્યારે તમે તો ત્રણ-ચાર જ દિવસમાં આના જીવનનું પરિવર્તન કરી દીધું, આ તમારો પુરુષાર્થ નથી તો બીજું શું છે? તમે ગમે તે કહો, પણ અમે તો આ માટે તમને જ શ્રેય આપીશું.”
ભગત આનું શ્રેય લેવાની ના પાડતા હતા, પરંતુ ફૂલાંબાઈનાં કુટુંબીજનો કહેવા લાગ્યાં, “અમારા માટે તો આપ ભગવાન સમાન છો. આપે અમારા ઘરની એક ગૃહિણીના જીવનમાં કેવું ઉત્તમ પરિવર્તન આયું !”
પરમાત્માનું નિવાસસ્થાન
પર ૪ળ હિ
કે