________________
તો ભગવાન તમારે ત્યાં રહી જશે. આ સિવાય બીજો કોઈ ઉપાય ભગવાનને રાખવા માટે કારગત નહીં નીવડે.”
ફૂલાંબાઈમાં ઈશ્વરશ્રદ્ધા તો હતી જ, પણ ભક્તિના સાચા રહસ્યથી અજ્ઞાત હતી. પરિણામે એ મનોમન વિચારવા લાગી કે વર્ષોના ખરાબ સ્વભાવને હું કેવી રીતે બદલી શકીશ ? પરંતુ જો છોડીશ નહીં, તો ભગવાનને છોડવા પડશે. આથી કહેવાયું છે -
जहां राम तहाँ काम नहीं, जहां काम नहीं राम । तुलसी दोऊ ना रहे, रविरजनी इकठाम ॥"
જ્યાં કામ, ક્રોધ આદિ પ્રબળ રીતે પ્રવર્તતા હશે, ત્યાં ભગવાન નહીં રહે અને મારે તો ભગવાનને કોઈ પણ સંજોગોમાં રાખવા જ છે. હવે શું કરું?”
થોડી વાર મથામણ કર્યા પછી ફૂલાંબાઈએ દઢ નિશ્ચય કરી લીધો કે કોઈ પણ ભોગે મારે ભગવાનને અહીંથી જવા દેવા નથી.”
ફૂલાંબાઈએ પોતાનો નિરધાર ભગત સમક્ષ પ્રગટ કર્યો.
ભગતે કહ્યું, “બહેન, અત્યારે તો મારી સામે તું એ વાતનો સ્વીકાર કરે છે કે ક્રોધ, કલહ, દુર્વ્યવહાર વગેરે છોડી દઈશ, પરંતુ કાલે તું તારી આદતથી મજબૂર બનીને ફરી અગાઉ પ્રમાણે વર્તવા લાગીશ, તો પછી ભગવાનને કોણ અને કેવી રીતે રોકી શકશે ?”
ફૂલાંબાઈએ પ્રતિજ્ઞા કરતાં કહ્યું, “ભગતજી ! આપની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી કોઈની સાથે લડાઈ-ઝઘડા, ઈર્ષા, દ્વેષ, વૈરવિરોધ, મારપીટ કે કોઈ પણ પ્રકારનો અવિવેકી વર્તાવ નહીં કરું.. કોઈની નિંદા કે ચાડી-ચુગલી નહીં કરું. વળી અગાઉ મારાથી જે ભૂલો થઈ છે અને જેની સાથે દુર્વ્યવહાર કર્યો છે, તે માટે હું બધા સમક્ષ નમ્ર બનીને હાથ જોડીને ક્ષમા માગીશ.
“સૌથી પ્રથમ તો હું તમારી ક્ષમા માગું છું. મેં વાત-વાતમાં તમને ઘણાં મેણાં-ટોણાં માયાં. તમે ક્ષમાશીલ વડીલ મને ક્ષમા કરશો અને મારા પરિવારજનો કાલે આવવાનાં છે. હું સહુને હાથ જોડીને ક્ષમા માગીશ. હવે તો મારા ભગવાન મારા ઘરે રહેશે ને ?”
ભગતે કહ્યું, “બહેન ! હું તો ભક્ત છું. મને તો તમે બે કઠોર પરમાત્માનું નિવાસસ્થાના
૫