________________
શું સંદેશ છે ?”
ભગત ધીરગંભીર અવાજે બોલ્યા, “બહેન ! ભગવાને મને આજે વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યું કે, ભગત ! હવે હું આ ફૂલાંબાઈના ઘેર રહેવા નથી માગતો. હું હવે તમારે ઘેર જવા ઇચ્છું છું.”
ભગવાનની વિદાયની વાત સાંભળતાં જ ફૂલાંબાઈ વ્યાકુળ બની ગઈ. વિચારવા લાગી, “ભગવાનની કૃપાથી જ મારાં બધાં કાર્ય સિદ્ધ થાય છે, જો તે ચાલ્યા જશે તો મારો સઘળો આધાર જ તૂટી જશે.”
ભયાવહ નિરાધારતાના ભાવિ ભયને વિચારતી ફૂલાંબાઈએ તરત જ બારણું ખોલ્યું અને ભગતનાં ચરણોમાં પડીને બોલી,
“ભગત, તમે ગમે તેમ કરીને મારા ભગવાનને થોભાવો. મેં એમની સેવા-પૂજામાં કઈ કમી રાખી છે ? અથવા કયો દોષ કર્યો છે? કે જેથી ભગવાન મારા ઘેરથી ચાલ્યા જાય છે? તમે કારણ પૂછ્યું તો હશે ને !”
ભગત બોલ્યા, “હું કેમ ન પૂછું? મેં તારું લૂણ ખાધું છે, તેથી ભગવાનને પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું,
હું આ સ્ત્રીની સેવા-પૂજાનો ભૂખ્યો નથી. દુનિયા આખી મારી સેવા-પૂજા કરે છે. હું એ કારણથી જાઉં છું કે આ સ્ત્રી મારા પ્રિય ભક્તોની સાથે વારંવાર લડાઈ-ઝઘડા કરે છે. કોઈને ગાળ આપે છે તો કોઈને થપ્પડ લગાવે છે.”
ફૂલાંબાઈ બોલ્યાં, “ત્યારે તો ભગવાને ન જવું જોઈએ. જો હું તેમની સેવા-પૂજામાં કસૂર રાખું તો તેમનું ગમન સમજી શકાય. દુનિયા સાથે હું ગમે તેવો વ્યવહાર કરું, તેમાં ભગવાનને શો વાંધો ?”
ભગત બોલ્યા, “આ જ તો તમારી ગેરસમજ છે. જો તમારો કોઈ પુત્ર હોય અને એને કોઈ થપ્પડ મારે, ગાળો આપે કે એની સાથે અભદ્ર વ્યવહાર કરે, પરંતુ તમને એ વ્યક્તિ સોનાની થાળીમાં ભોજન કરાવવા ઇરછે, તો શું તમે એવા ભોજનનો સ્વીકાર કરો ખરાં? એવું ભોજન તમને ભાવે ખરું ?”
ફૂલાંબાઈ બોલ્યાં, “ના, સોનાની થાળીમાં ભોજન કરવું તો દૂર રહ્યું પણ મારા પુત્ર સાથે આવો ખરાબ વ્યવહાર કરનાર, એને ગાળો દેનારનું તો હું મોં પણ જોઉં નહીં
પરમાત્માનું નિવાસસ્થાન
૪૩.