________________
એક દિવસ અતિ ધનાઢ્ય કૈરમ બાદશાહે શાહશુજાને તેની પુત્રી સાથે પોતાનું લગ્ન કરાવી આપવા કહ્યું, તો તેણે ઉત્તર આપ્યો, “મારે મારી પુત્રીનાં લગ્ન કોઈ રાજા નહીં, પરંતુ ત્યાગી અને ઈશ્વર પર અટલ શ્રદ્ધા ધરાવનાર સાથે કરાવવાં છે.”
એક દિવસ શાહશુજાએ ફકીરના વેશમાં એક યુવકને તલ્લીનતાથી ઈશ્વરોપાસના કરતો જોયો. તેની સાથે વાતચીત કરવાથી જાણવા મળ્યું કે તે ઉમદા સ્વભાવનો કાબેલ યુવક છે.
ફકીર વેશધારી એ યુવકને શાહશુજાએ પૂછ્યું, “શું તું લગ્ન કરવા ઈચ્છે છે ?”
મુસ્લિમ ફકીરો વિવાહિત હોય છે, તે યુવકે કહ્યું, “હા ઈચ્છે તો છું, પરંતુ મારા જેવા ગરીબ ફકીરને કોણ પોતાની કન્યા આપે ? મારી પાસે તો માત્ર ત્રણ દિરહમ છે.”
શાહશુજાએ કહ્યું, “તું ચિંતા ન કર, હું તને મારી પુત્રી પરણાવીશ, પરંતુ શરત એટલી કે ઈશ્વર પર તારો અડગ વિશ્વાસ રહેવો જોઈએ. જે દિવસે ઈશ્વર પરની તારી શ્રદ્ધા ડગી જશે તે દિવસે મારી પુત્રી તને છોડીને મારી પાસે આવતી રહેશે.”
યુવકે કહ્યું, “એ તો ઘણી સરસ વાત. હું આ શરત માન્ય રાખું છું, પરંતુ ત્રણ જ દિરહમમાં લગ્નનું કામ કેવી રીતે થશે ?”
શાહશુજા : “બધું જ થઈ જશે. તું આ ત્રણ દિરહમમાંથી રોટલી, ખાંડ અને મીઠું વગેરે લઈ આવ. હું તરત જ મારી પુત્રીનું લગ્ન તારી સાથે કરાવી આપીશ.”
ફકીર યુવક બજારમાં જઈને ત્રણ દિરહમની વિવાહની સામગ્રી લઈ આવ્યો. શાહશુજાએ પોતાની પુત્રીનું લગ્ન તેની સાથે કરાવી આપ્યું. ફકીર લગ્ન કરીને તે કન્યાને પોતાને ઘેર લઈ આવ્યો, પણ એણે જેવો ફકીરના ઘરમાં પગ મૂક્યો, તો જોયું કે પાણીના કૂંજા પર એક રોટલી મૂકી હતી. આ જોઈને કન્યાએ તરત જ કહ્યું,
“હું આ ઘરમાં નહીં રહી શકું.”
ફકીર બોલ્યો, “મને તો પહેલેથી જ શંકા હતી કે તું રાજપરિવારની હોવાથી મારી ઝૂંપડીમાં કદાચ નહીં રહી શકે અને મારા દુઃખ અને ૨૦
રત્નત્રયીનાં અજવાળાં