________________
નાદાન ફૂલાંબાઈ હજી બાળકી જ હતી. તે આ શ્લોકના ગંભીર અર્થને શું સમજે? તે ઠાકુરજીની સેવા-પૂજા તો કરતી જ હતી, તેથી તેને ગર્વ થઈ ગયો કે મારી પૂજાથી ઠાકુરજી મારા પર પ્રસન્ન છે, તેથી બીજાઓની મને કંઈ જ પડી નથી. હું દુનિયાના લોકો સાથે ગમે તેવો વ્યવહાર કરું, તેનાથી મારા ઠાકુરજી મારા પર ગુસ્સે નહીં થાય. બસ, એણે તો પોતાની પ્રકૃતિ અનુસાર શ્લોકનો અર્થ કરીને એક કવિતા રચી દીધી.
" रुठो क्यों न राजा, तासों कछु नांहि काजा । एक तोसे महाराजा, केर कौन पास जाइए । रूठो क्यों ना भाई, तासों कछु न बसाई । एक तू ही है सहाई, फेर कौन को सराइए ॥ रूठो क्यों न मित्र, जाओ कछु नांहि अंत्र । एक सांवरा निरंत्र फेर कौन को रिझाइए ।
जग रहे रूठा, एक तू ही है अनूठा । सब चूसेंगे अंगूठा, एक तू न रूठा चाहिए ॥"
આ કવિતા પ્રમાણે એણે પોતાની પ્રકૃતિ વધુ ગુસ્સાવાળી અને ગુમાની બનાવી દીધી. ફૂલાંબાઈ સમજણી થઈ ત્યારે માતાપિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી.
તેમને એવી ચિંતા થવા લાગી કે, આવી લડાઈખોર અને ગુસ્સાવાળી છોકરીને કોણ લેશે ?'' વળી પોતાના ઘરમાં તો ગમે તે કરે એ બધા સહન કરી લે છે, પણ પારકા ઘરમાં એના અક્કડ અને અલ્લડ સ્વભાવને કોણ સહન કરશે ? તેથી જ તેના વિવાહની ઘણી જ ચિંતા છે.
આખરે એમણે પોતાના મનનું સમાધાન એ રીતે કર્યું કે અહીંયાં તો એને રોક-ટોક કરનારું કોઈ નથી, પરંતુ સાસરામાં તો તેને રોક-ટોક કરશે ત્યારે પોતાની જાતે જ સુધરી જશે.
ભગવાનસહાયે પોતાના કુટુંબને છાજે તે રીતે એક છોકરા સાથે ફૂલાંબાઈની સગાઈ નક્કી કરી દીધી અને થોડા મહિના પછી તેનું લગ્ન પણ ધામધૂમથી કરી નાખ્યું. સાસરે જતી વખતે માતાએ એને ઘણી ઉત્તમ શિખામણ આપી. ફૂલાંબાઈ સાસરે આવી. આવતાં જ એણે વિચાર્યું કે, મારા પર ભગવાનની ઘણી કૃપા છે. ભગવાનની કૃપાથી મને કોઈ પરમાત્માનું નિવાસસ્થાન
36