________________
તેને મનફાવે એમ ગાળો દેતી, ગમે તેના પર ગુસ્સો કરતી અને ગમે તેની સાથે લડી પડતી. કોઈને થપ્પડ મારતી. કોઈ પર પોતાનો રોફ જમાવતી અને હુકમ ચલાવતી. કોઈને ડરાવતી, કોઈને ધમકાવતી તો કોઈની ચાડી-ચુગલી કરતી.
આમ એના ખરાબ સ્વભાવને કારણે પડોશી, પરિવાર અને ગામના લગભગ બધા જ માણસો એનાથી કંટાળી ગયા. બધાને એણે હેરાન-પરેશાન કરી નાખ્યા, પરંતુ ફૂલાંબાઈના સસરા હરિકૃષ્ણ ગામની એક પ્રતિષ્ઠિત, મોભાદાર વ્યક્તિ હોવાને કારણે લોકો તેમની સામે કંઈ કહેતા નહીં, પરંતુ અંદરોઅંદર વાતો કરતા હતા. ઔપચારિક રીતે બહારથી માત્ર આદર દાખવતા હતા.
શેઠ હરિકૃષ્ણના એક નજીકના સગાની દીકરીના વિવાહ થવાના હતા. તેમની નિમંત્રણપત્રિકા કોઈ દૂરના ગામથી આવી. શેઠે એ નિમંત્રણ પત્રિકા વાંચી અને ઊંડા વિચારમાં ડૂબી ગયા.
શેઠાણીએ શેઠનો ગંભીર અને ઉદાસ ચહેરો જોઈને પૂછયું,
“શું વાત છે? આજે તમારો ચહેરો કેમ ઉદાસ છે? કઈ ચિંતા તમને સતાવે છે ?”
શેઠે કહ્યું, “બીજી તો કોઈ ચિંતા નથી, માત્ર એક જ ચિંતા વળગેલી છે. હમણાં આપણે ત્યાં આપણા એક સગાની લગ્નપત્રિકા આવી છે. તેમની દીકરીનાં લગ્ન છે અને નિકટનાં સગાં હોવાને લીધે એમણે આપણને સહુને સપરિવાર નિમંત્રણ આપ્યું છે. આવે પ્રસંગે નજીકના સગાં હોવાને કારણે સપરિવાર જવું ઉચિત અને આવશ્યક છે, પરંતુ આ નવી વહુને ત્યાં લઈ જઈશું તો તે એના સ્વભાવનો પરિચય આપ્યા વગર નહીં રહે અને આપણી આબરૂ ધૂળમાં મેળવી દેશે. વળી જો એને અહીંયાં રહેવાનું કહીશું, તો તે આવવાની જીદ પડીને બેસી જશે. આનો કોઈ ઉપાય પણ સૂઝતો નથી.”
શેઠાણી થોડી વાર ઊંડા વિચારમાં ડૂબી ગયાં, પરંતુ એકાએક એમના મનમાં એક વિચાર જાગ્યો કે વહુને યુક્તિપૂર્વક સમજાવીને અહીંયાં જ રહેવા માટે મનાવી લઈશું.
એણે પતિને આશ્વાસન આપતાં કહ્યું, “નાથ ! તમે ચિંતા ન કરો. હું એવો ઉપાય કરીશ કે જેથી વહ અહીંયાં જ રહેશે.” છે. પરમાત્માનું નિવાસસ્થાન –
૩૯