________________
કશું જ કહેતું નથી.”
અત્યાર સુધી પિયરમાં બધા ઉપર મારી ધાક જામેલી હતી. હવે ભગવતકૃપાથી સાસરામાં પણ મારી ધાક કેમ ન જમાવી લઉં !
ફૂલાંબાઈએ મનોમન યુક્તિ વિચારીને પોતાની સાસુને કહેણ મોકલ્યું, હું ધનાઢ્ય પરિવારની છોકરી છું. મારા પિતાના ઘરમાં કોઈ વાતની કમી નથી, તેથી હું અહીંયાં કંઈ ઘરકામ કરવા માટે નથી આવી. હું જેમ કહે તેમ બધાં કરશે તો જ હું અહીંયાં રહીશ, નહીં તો હું મારા પિયર ચાલી જઈશ.” સાસુ તો નવી પુત્રવધૂની આ અનોખી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે વિચાર્યું, “અમે તો મોટા ઘરની ખાનદાન વહુને લાવ્યાં હતાં, પરંતુ એણે તો આવતાંની સાથે જ અમારી સેવા, વિનય અને ભક્તિના બદલે હુકમ આપવાનું શરૂ કરી દીધું. હાય ! આ શું રત્નના બદલે પથ્થર અમારે પનારે પડ્યો ! હવે શું કરીએ ? પરંતુ સાસુ ગંભીર સ્વભાવની હતી. તેણે બીજી જ ક્ષણે કંઈક વિચાર્યું અને તેના મનમાં સમાધાનની આછી રેખા ખેંચાઈ. – “હજી તો નાસમજ બાળકી છે. બાળકપણાને કારણે આવી વાતો કરે છે, પરંતુ જ્યારે તેના પર ઘર-ગૃહસ્થીની જવાબદારી આવશે, ત્યારે પોતાની જાતે જ સમજશે અને સીધા રસ્તા પર ચાલશે.' તેથી તેણે વહુને કહેવડાવ્યું, “દીકરી ! તું એ વાતની જરા પણ ચિંતા ન કર. તારે કામ કરવાની જરૂર નથી. પ્રસન્નતાથી આ ઘરમાં રહે. તું જેમ કહીશ તેમ જ અમે બધાં કરીશું.'
સાસુની આ વાત સાંભળીને ફૂલાંબાઈ ફુલાઈને ફુગ્ગો બની ગઈ. તેણે મનોમન પોતાની બુદ્ધિની પ્રશંસા કરી અને વિચાર્યું, “ઠાકુરજીની મારી પર કેટલી બધી કૃપા છે ! સાસરામાં પણ મારો દાબ અને રુઆબ રહ્યો. જ્યારે સાસુ મારા વશમાં થઈ ગઈ તો આખું સાસરું મારા વશમાં થઈ ગયું સમજી લો ! બસ ! હવે તો હું અહીંયાં પણ ઠાકુરજી(ભગવાન વિષ્ણુ)ની મૂર્તિની સ્થાપના કરાવીશ અને પિયરની જેમ અહીંયાં પણ પૂજા-ભક્તિ કર્યા કરીશ.”
ફૂલાંબાઈએ પોતાની સાસુની અનુમતિ લઈને પોતાના સાસરામાં પ્રભુની મૂર્તિની સ્થાપના કરાવી દીધી. પ્રતિદિન બે-ત્રણ કલાક પૂજામાં વિતાવતી; પરંતુ આનાથી એના જીવનમાં, એની પ્રકૃતિ અને વ્યવહારમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. પિયરની જેમ અહીંયાં પણ તે જેને ઇચ્છે ( ૩૮
રત્નત્રયીનાં અજવાળાં