________________
એક-બે દિવસ પછી લાગ જોઈને સાસુએ વહુને કહ્યું, “જો, આપણા નિકટના સગાની દીકરીનાં લગ્ન છે. તેમની લગ્નપત્રિકા આવી ગઈ છે અને આ શુભ પ્રસંગે આપણે સહુએ જવું જરૂરી છે, પરંતુ આપણું આવવું મોટું ઘર રેઢું મૂકીને જઈએ તે યોગ્ય નથી. આપણા ગયા પછી કોઈ આપણું નામ પૂછતું આવે અને મળ્યા વગર પાછું જાય તે આપણા માટે અયોગ્ય કહેવાય. આપણા ઘરમાં સૌથી વધારે હોશિયાર તું છે. તારાથી કોઈ વધારે હોશિયાર વ્યક્તિ નથી, તેથી તને ઘર સોંપીને જવા ઇચ્છીએ છીએ. બોલ, તારી શું ઇચ્છા છે ?”
ફૂલાંબાઈ પોતાની પ્રશંસા સાંભળીને કુલાઈ ગયાં. આનું કારણ પણ મનોમન ઠાકુરજીની કૃપાને માનવા લાગી.
સાસુની વાત સાંભળીને એ તરત જ બોલી ઊઠી, “બા, તમે ઘરની ચિંતા ન કરો. તમારા વિના ઘર થોડું સૂનું પડી જશે? હું બધું સારી રીતે સંભાળી લઈશ. તમે કાલે જતાં હો, તો ભલે આજે જાઓ.”
વહુના ઉત્તરથી સાસુ નિશ્ચિત બન્યાં. એક-બે દિવસમાં જ ફૂલાંબાઈનાં સાસુ-સસરા, દિયર-જેઠ, પતિ વગેરેએ લગ્નમાં જવાની તૈયારી કરી લીધી.
ઘરમાંથી વિદાય લેતી વખતે સાસુએ વહુને શિખામણ આપતાં કહ્યું, “વહુ, જોજે ! આપણું ઘર મોભાદાર છે. આપણું નામ સાંભળીને કોઈ આવે, તો આદરસત્કાર કરીને ભાવથી જમાડજે.”
ફૂલાંબાઈ બોલી, “તમે નચિંત રહો, હું બધું સંભાળી લઈશ.'
ઘરમાં ફૂલાંબાઈ અને બે-ચાર નોકરને મૂકીને ઘરનાં બધાં લગ્નમાં ગયાં.
પછી કાતિ
માં
ભગતનું આગમન
આ પરિવારના ગયા બાદ ત્રણ દિવસ પછી શેઠ હરિકૃષ્ણના દૂરના સગા એવા એક ભગત શેઠનું નામ પૂછતાપૂછતા આવી ચડ્યા. ઘરમાં ફૂલાંબાઈ હતી.
તેણે આગંતુકને કહ્યું, “તમે કોઈ વાતની ચિંતા ન કરો. શેઠનું ઘર આ જ છે. શેઠ નથી તો શું થયું ? હું તેમની પુત્રવધૂ છું. આ ઘર તે મને સોંપી ગયા છે. પાંચેક દિવસમાં બધાં પાછાં આવી જશે, ત્યાં સુધી
આ રત્નત્રયીનાં અજવાળાં
૪૦
:
: