________________
પરમાત્માને મોટાં મોટાં પુસ્તકોમાં ખોળવા કરતાં પોતાના આત્મામાં શોધવો જ વધુ ઉચિત છે. જે કાર્ય કરવાથી આત્માને પોતાના અસ્તિત્વ અને સ્વરૂપનું ભાન થાય, જ્ઞાનપ્રાપ્તિ થાય અને સર્વત્ર આનંદનું અસ્તિત્વ હોય, ત્યાં ઈશ્વર છે. અર્થાત્ જ્યાં સચ્ચિદાનંદ (સત, ચિત્ અને આનંદ)ની પ્રાપ્તિ થઈ, તો સમજી લો કે ત્યાં ઈશ્વરનો નિવાસ થયો. ફકીરને ત્રણ સવાલ છે
આ અંગે મને એક ફકીરનો માર્મિક પ્રસંગ યાદ આવે છે - એક માણસે એક ફકીરને ઈશ્વર(ખુદા)ના વિષયમાં ત્રણ પ્રશ્નો પૂછ્યા.
(૧) ઈશ્વરની સત્તા સર્વત્ર છે, એમ સહુ કોઈ કહે છે, પરંતુ હું એને કેમ પ્રત્યક્ષ જોઈ શકતો નથી?
(૨) મનુષ્ય જે કંઈ કરે છે તે ઈશ્વરની પ્રેરણાથી કરતો હોય, તો એણે કરેલાં પાપની સજા એ કેમ ભોગવે છે?
(૩) ઈશ્વર રાક્ષસને નરકની આગમાં નાખે છે અને દંડ કરે છે, પણ તે કઈ રીતે માની શકાય? કારણ કે તે પોતે જ અગ્નિરૂપ છે. આગ પર આગનું શું ચાલી શકે ?
ફકીરે ત્રણે પ્રશ્નો સાંભળીને જમીન પરથી એક માટીનું ઢેડું ઉઠાવ્યું અને પ્રશ્નકર્તાના માથામાં માર્યું.
તેણે કાજીને આની ફરિયાદ કરી.
કાજીએ ફકીરને બોલાવીને આવું વર્તન કરવાનું કારણ પૂછ્યું, તો ફકીરે કહ્યું કે, “આ તો એના ત્રણ પ્રશ્નોના જવાબ છે.”
કાજીએ પૂછ્યું, “કેવી રીતે?”
ફકીર બોલ્યો, “એ કહે છે કે મારા માથામાં વાગ્યું. પરંતુ જો વાગ્યું હોય તો એને પીડા થવી જોઈએ. અને પીડા થઈ હોય તો મને બતાવવી જોઈએ. આમ કરીશ તો જ હું તને ઈશ્વર બતાવીશ. એ માને છે કે ઈશ્વરની પ્રેરણાથી જ સઘળાં કાર્યો થાય છે, તો પછી મારા આ કાર્યને તે ગુનો કેમ ગણે છે? વળી એનું શરીર તો માટીનું બનેલું છે, માટીના શરીર પર બિચારી માટીનું શું ચાલી શકે ? જો માટી પર માટીનું જોર ચાલી શક્યું, તો આગ પર આગનું કેમ ન ચાલે ?”
કર રત્નત્રયીનાં અજવાળાં