________________
મુક્ત કરીને પ્રકાશમાં લઈ જા. પ્રકાશ પ્રાપ્ત કર્યા બાદ હું મન, વચન અને કાયાથી તારી ભક્તિ કરીશ, પરંતુ જન્મ લેતાં જ એ માનવી ભગવાનને ભૂલી જાય છે. મનુષ્યના આવા ભુલકણા સ્વભાવને જોઈને ભગવાન હસે છે.”
રાજાનો અંતિમ પ્રશ્ન હતો, “ભગવાન શું કરે છે?”
ખેડૂત બોલ્યો, “હું હળ ખેડી રહ્યો હતો, મને આ પંડિતો ઉતાવળે અહીં લાવ્યા છે, એ પછી ક્યારનોય હું આપની સાથે બોલી રહ્યો છું. હવે તમે જરા સિંહાસન પરથી નીચે ઊતરો અને મને એના પર બેસવા દો. તમારા ચોથા પ્રશ્નનો જવાબ શાંતિથી સિંહાસન પર બેસીને આપીશ.”
ત્રણ પ્રશ્નોના ઉત્તરથી પ્રભાવિત થયેલો રાજા તત્કાળ સિંહાસન પરથી ઊઠી ગયો અને કહ્યું, “જાઓ, તમે થોડી વાર વિશ્રામ કરો. થાક ઊતર્યા પછી હું મારા પ્રશ્નનો ઉત્તર સાંભળીશ.”
થોડો સમય વીત્યો. રાજાએ ફરી પોતાનો ચોથો પ્રશ્ન પૂછ્યો. ખેડૂત મૌન રહ્યો.
રાજાએ ત્રણ-ચાર વખત પૂછ્યું, તેમ છતાં ખેડૂતે ઉત્તર ન આપ્યો, તેથી રાજાએ જરા ઊંચા સ્વરમાં કહ્યું.
ખેડૂતે ચમકીને પૂછ્યું, “મારા ઉત્તરથી તમારા પ્રશ્નનું સમાધાન નથી થયું ?” રાજા બોલ્યા, “તેં મારા અંતિમ પ્રશ્નનો ઉત્તર જ ક્યાં આપ્યો છે ?”
ખેડૂતે કહ્યું, “ઉત્તર તો આપી દીધો છે, પણ તમે સમજ્યા નથી. સાંભળો, ફરીથી સમજાવું છું. એકાદ કલાક પહેલાં હું સખત તાપમાં મારું ખેતર ખેડી રહ્યો હતો. થોડા સમય પહેલાં હું તમારી સામે ઊભો હતો અને આ ક્ષણે રાજસિંહાસન પર બિરાજમાન છું, વળી સિંહાસન પર બિરાજમાન થનાર આપ મારી સામે ઊભા છો. બસ, આ રીતે ભગવાન રાજાને રંક અને રંકને રાજા બનતો જુએ છે. આખા સંસારની લીલા તેમના જ્ઞાન-દર્પણમાં ઝળક્યા કરે છે. તે અલિપ્તભાવથી આ સઘળું જોયા કરે છે.” ખેડૂતના ઉત્તરોથી રાજાના મનનું પૂર્ણ સમાધાન થયું.
આ વાર્તાનો સારાંશ એ છે કે ભગવાન સર્વત્ર પોતાના સ્વરૂપમાં બિરાજમાન છે. કોઈ તે સ્વરૂપને પ્રગટ કરી લે છે, તો કોઈ અજ્ઞાનાવસ્થામાં . ૩૨
રત્નત્રયીનાં અજવાળાં
ક