________________
તમે પહેલેથી ખુલાસો તો કર્યો નહીં અને હવે કહો છો કે તું જોતો હતો, તે જોતું હતું, ઈશ્વર જોતા હતા! દોષ આપનો છે, મારો નહીં ! હું તો મારી સમજણ પ્રમાણે આપની આજ્ઞાનું પાલન કરીને લાવ્યો છું.”
ગુરુએ કહ્યું, “સારું ભાઈ ! મારો જ દોષ છે, પણ હું તારા જેવા ઈશ્વર પર શ્રદ્ધા ન રાખનાર યુવકને મારો શિષ્ય નહીં બનાવું.” તે યુવક અયોગ્ય સાબિત થવાથી ચાલ્યો ગયો.
એવામાં વિવેકી અને વિનમ્ર બીજો યુવક કબૂતરને જીવતું જ લઈને આવ્યો અને બોલ્યો, “ગુરુજી ! લ્યો આ આપનું કબૂતર ! મને દુઃખ છે કે હું આપની આજ્ઞાનું પાલન ન કરી શક્યો.” ગુરુએ પૂછ્યું, “હે શિષ્ય ! શું ક્યાંય એવું એકાંત ન મળ્યું કે જ્યાં કોઈ જોતું ન હોય ?” યુવક બોલ્યો, “ગુરુજી, આપની પાસેથી કબૂતરને લઈને હું એક જંગલમાં ગયો, પણ ત્યાં ખેતરમાં એક માણસ ઊભો હતો. પછી હું એથી ય આગળ વધ્યો.
એક પહાડની પાછળ કોઈ માણસ ન હતો, પરંતુ મેં વિચાર્યું કે અહીંયાં સૂરજ તો જુએ છે, હું જોઉં છું, આ કબૂતર પણ મને જોઈ રહ્યું છે, તેથી અહીં તો કેવી રીતે મારી શકું ? ગુરુની આજ્ઞા છે કે
જ્યાં કોઈ ન જોતું હોય ત્યાં આને મારવું, તેથી હું અને ત્યાં પણ ન મારી શક્યો. તે પછી હું એક ગુફામાં ગયો, જ્યાં સૂરજ જોઈ શકે નહીં, પરંતુ આછા પ્રકાશમાં હું કબૂતરને જોઈ શકતો હતો અને કબૂતર પણ મને જોઈ શકતું હતું. હું ગુફામાં આગળ વધ્યો તો ત્યાં એટલો ગાઢ અંધકાર હતો કે ખુદ પોતાનો હાથ પણ જોઈ શકાય નહીં. મેં વિચાર્યું કે અહીંયાં સૂરજ જોતો નથી, હું જોઈ શક્તો નથી અને આ કબૂતર પણ જોઈ શકતું નથી. વળી અહીંયાં અન્ય કોઈ પ્રાણી પણ નથી, જે જોઈ શકતું હોય. બસ ! અહીંયાં જ ગુરુજીની આજ્ઞાનું પાલન કરું. પરંતુ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મેં ગુરુઓ પાસેથી સાંભળ્યું છે ઈશ્વર ઘટ ઘટની વાત જાણે છે. સર્વજ્ઞ અને સર્વત્ર છે. એનાથી કોઈ પણ વાત છૂપી નથી રહેતી, પછી ભલેને તે ઘોર અંધકારમાં જ કેમ ન કરવામાં આવે. આ દૃષ્ટિએ તો બીજું કોઈ ભલે ન જોતું હેય, પરંતુ ઈશ્વર તો જુએ છે, એટલા માટે જ હું આ કબૂતરને ક્યાંય મારી ન શક્યો. પરંતુ બીજી બાજુ ગુરુએ આપેલી આજ્ઞાનું શું થશે ?
આ રત્નત્રયીનાં અજવાળાં .
િ૨૪
૨૪
.