________________
સમર્પણનો આનંદ
ઈશ્વરશ્રદ્ધાનો છઠ્ઠો લાભ છે સમર્પણભાવનાનો. જ્યારે કોઈ પણ વસ્તુ, કાર્ય કે પ્રવૃત્તિ મનુષ્ય પરમાત્માનાં ચરણોમાં અર્પિત કરીને કરવા ઇચ્છે છે, ત્યારે સર્વપ્રથમ તો એનામાં અહંકાર જાગતો નથી. “હું કરું છું કે મેં કર્યું,” એવું ગુમાન થતું નથી. આના કારણે સાહજિક નમ્રતા આવે છે, પરંતુ આજકાલ અધિકાંશ લોકોની વૃત્તિ એવી થઈ ગઈ છે કે તેઓ કોઈ કામ પુરુષાર્થથી કરે અને તેમાં જો સફળતા મળી જાય તો કહેવા માંડે છે કે “અમે કર્યું, ત્યારે થયું.” પરંતુ જો કોઈ કામમાં અસફળતા મળે કે કોઈ આર્થિક નુકસાન કે બીમારી, આફત, મૃત્યુ વગેરે આવી જાય છે તો તેનો દોષ ભગવાનને આપે છે અને કહે છે કે ઈશ્વરે ઘણું જ ખરાબ કર્યું, ઈશ્વરની આવી જ ઇચ્છા હતી” વગેરે.
હકીકતમાં તો આ ઈશ્વરકર્તુત્વવાદનો દુરુપયોગ છે. વાસ્તવમાં, સારાં કે ખરાબ બધાં જ કર્મો માટે જવાબદાર મનુષ્ય પોતે જ છે, ઈશ્વર નહીં. છતાં પણ જો સારાં કર્મોના કરનાર તરીકે ઈશ્વરને માનવામાં આવે તો મનુષ્યમાં અહંકર્તુત્વનો દોષ આવતો નથી.
જૈનધર્મમાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પણભાવનાની વાત કહેવામાં આવી છે. આ શબ્દોમાં તે બતાવી છે – ____ "तस्स भंते ! पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ।"
હે ભગવાન ! એ દુષ્કૃત્યથી હું મારી જાતને પાછી ખેંચી લઉં છું. પશ્ચાત્તાપ (આત્મનિંદા) કરું છું. ગુરુ, વડીલો કે સમાજ સમક્ષ તેને પશ્ચાત્તાપપૂર્વક પ્રગટ કરું છું અને પોતાની જાતને (પોતાના મન, વચન, કાયા કે કાયા સાથે સંબંધિત જડ કે ચેતન વસ્તુનો) વ્યુત્સર્ગ કરું છું – તમારાં ચરણોમાં સમર્પિત કરું છું.”
આ છે સમર્પણભાવનાનું ઉત્કૃષ્ટ રૂપ ! આવી ભાવના ઈશ્વરશ્રદ્ધા વિના આવે કેવી રીતે ?
ઈશ્વરશ્રદ્ધાના આ લાભ કેટલો બધો ફાયદો કરાવનારા છે. ઈશ્વરને ન માનવાથી થતી હાનિ
સિદ્ધ ઈશ્વરને ન માનનારા લોકો જેમ ઈશ્વરને કલ્પનાની વસ્તુ ગણે છે, તેવી જ રીતે સ્વર્ગ, નરક, પુનર્જન્મ, આત્મા, મોક્ષ આદિને પણ
ઇશ્વરશ્રદ્ધાના અજવાળે
ક
રછ