________________
પ્રકારે ક્રમશઃ ગુણોમાં વૃદ્ધિ કરીને સામાન્ય સાધક પણ એક દિવસ ઈશ્વરત્વ પ્રાપ્ત કરી શકે છે. આથી કહ્યું છે કે
" एस घम्मे धुवे निचे सासए जिणदेसिए । सिज्झाक सिज्यंति चाणेण, सिज्झिरसंति तहावरे ॥"
-
[ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૧૬, ગા. ૧૭]
આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, વીતરાગપુરુષો દ્વારા બતાવેલો છે. આ જ ધર્મ (ઉત્તમોત્તમ ગુણસમૂહ) દ્વારા જીવ સિદ્ધ-ઈશ્વર બન્યા છે, સિદ્ધ બને છે અને કેટલાય સિદ્ધ-ઈશ્વર બનશે.’’
સંકટનો સથવારો
ઈશ્વરશ્રદ્ધાનો પાંચમો ફાયદો એ છે કે શ્રેયસ્કર ધર્મકાર્યો કે શુભકાર્યોમાં વિઘ્ન કે સંકટ આવે છે તે સંકટ ઈશ્વરના નામસ્મરણથી દૂર થઈ જાય છે અને શ્રેયસ્કર શુભ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે. ભક્તિની ભાષામાં કહેવાય છે કે ઈશ્વરનું નામસ્મરણ જાપ કે દૃઢ વિશ્વાસ દ્વારા શુભ કાર્યોમાં તેમના આશીર્વાદ (ભલેને પરોક્ષ રૂપે) મળે છે એટલે જ પ્રાર્થના કરવામાં આવે છે કે
-
સિદ્ધા સિદ્ધિ મમ વિતંતુ ।'' “તિષવરા મે પસીવંતુ ।''
‘‘સિદ્ધ ભગવંત મને સિદ્ધિ પ્રદાન કરે, તીર્થંકર ભગવંત મારા પર પ્રસન્ન હો.'’
જૈનધર્મની દૃષ્ટિએ વિચારીએ તો ઈશ્વરના નામસ્મરણથી, તેમના પ્રત્યે નમસ્કારથી, સમસ્ત પાપકર્મોનો નાશ થાય છે. આ પાપકર્મોમાં અંતરાય, અસાતાવેદનીય વગેરેનો સમાવેશ થાય છે.
ભક્તિની ભાષામાં આ જ ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા આશીર્વાદ છે. આથી ઈશ્વરભક્ત સાધક માટે કહેવામાં આવ્યું છે કે એ પ્રત્યેક કાર્ય કે પ્રવૃત્તિ ઈશ્વરને દૃષ્ટિ સમક્ષ રાખીને, એનું સ્મરણ કરીને અને નમસ્કાર કરીને જ કરે. આમ કરવાથી એના કાર્યમાં અહંકાર, ફળની આસક્તિ, રાગદ્વેષ કે અંતરાયકર્મ જેવા દોષમાંથી ઊગરી જાય છે અને પોતાના જીવન-વ્યવહારને પવિત્ર રાખી શકે છે.
૨૬
રત્નત્રયીનાં અજવાળાં