________________
ગુરુએ પોતાની શરત પુનઃ યાદ કરાવી, “મારી આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળજો. પોતપોતાના કબૂતરને એવી જગ્યાએ મારજો, જ્યાં કોઈ જોતું ન હોય.”
બંનેએ વિનયપૂર્વક આ આશાનો સ્વીકાર કર્યો અને પોતપોતાના કબૂતરને લઈને જુદી જુદી દિશામાં ચાલી નીકળ્યા. આમાં એક યુવક અવિવેકી હતો. એણે શહેરની બહાર થોડે દૂર જઈને જોયું તો ખેતરમાં થોડાક માણસો ઊભા હતા. આથી તે એનાથી પણ વધારે આગળ વધ્યો તો ઘોર જંગલ આવ્યું. જંગલમાં એક જગ્યાએ વૃક્ષોની સઘન ઘટા હતી. અંધારું થવા આવ્યું હતું. આ અવિવેકી યુવકે વિચાર્યું કે, “અહીંયાં તો કોઈ જોતું નથી, તેથી આ કબૂતરને અહીંયાં જ મારું તો કેવું?”
તેણે તરત જ કબૂતરની ગરદન મરડી નાંખી, અને પછી તેને લઈને ગુરુ પાસે પાછો આવ્યો.
ગુરુએ પૂછ્યું, “કેમ ભાઈ, આજ્ઞાનું પાલન કરીને આવ્યા ?”
યુવક કહે, “હા ગુરુજી ! આપની આજ્ઞા અનુસાર આ કબૂતરને મારીને લાવ્યો છું.” ગુરુ બોલ્યા, “પરંતુ તે મારી શરત યાદ રાખી હતી ને ?” યુવક કહે, “અવશ્ય ! મેં એવી જગ્યાએ આ કબૂતરને માર્યું છે કે જ્યાં કોઈ જ જોતું ન હતું. ઘોર જંગલમાં વૃક્ષોની ઘનઘોર ઘટા વચ્ચે તેને હું લઈ ગયો હતો.”
ગુરુએ ક્રોધાવેશમાં આવીને તેને ધમકાવ્યો, “તું મારો શિષ્ય બનવાને લાયક નથી, કારણ કે તેં મારી આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કર્યું નથી. તું કહે છે કે મેં આ કબૂતરને એવી જગ્યાએ લઈ જઈને માર્યું છે કે
જ્યાં કોઈ જોતું ન હોય, પરંતુ જ્યાં અને જ્યારે તે આ કબૂતરને માર્યું, ત્યારે ત્યાં તું તો આ કબૂતરને જોતો હતો અને આ કબૂતર પણ તને જોતું હતું, તો પછી તું એવી કેવી રીતે કહી શકે કે તે આ કબૂતરને એવી જગ્યાએ માર્યું છે કે જ્યાં કોઈ જ જોતું ન હતું. વળી ઈશ્વર તો સઘળે વસે છે. એ બધી જગ્યાએ જુએ છે. એનાથી કશું છૂપું રહેતું નથી.”
આ સાંભળીને તે અવિવેકી યુવકે આવેશમાં આવીને કહ્યું, “વાહ ગુરુજી વાહ ! જો આમ જ હતું તો આપે પહેલાં જ કહેવું જોઈતું હતું.
ઈશ્વરશ્રદ્ધાના અજવાળે છે
૨૩