________________
અને ખાસ કરીને એથેન્સની પ્રજા અત્યંત બુદ્ધિશાળી હતી, અને તેથી દલીલોની મદદથી વિચારના ક્ષેત્રમાં જઈ શકાય તેટલે દૂર તેઓ જતા. સત્યાન્વેષણમાં તર્કની પદ્ધતિઓનો ઉપગ પ્રમાણગત આવશ્યકતાની દૃષ્ટિએ પારમેનાઈડીઝના શિષ્યોએ ઠીક ઠીક કર્યો હશે એમ લાગે છે. તર્કમાં દલીલ કરતાં કરતાં જે વિરોધ આવે તો તે તર્ક સ્વીકાર્ય ન ગણાય, પછી ભલે ઈન્દ્રિયગમ્ય અનુભવથી આપણને કંઈ જુદા જ અનુમાન પર આવવું પડતું હેય. ઉપર ટાંકેલા બે દાખલાઓમાં ઝીએ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ઝીનોના સમકાલીન મેલીસસને આકાશના સ્વરૂપ વિશે વિચાર કરતાં તેમાં રહેલા વિરોધાભાસનું ભાન થયું હશે કે નહિ તે આપણે જાણતા નથી. પારમેનાઈડીઝે પોતાના એક, અપરિણમી તત્વને પરિમિત માનેલું અને પારમેનાઈડીઝનું તત્ત્વ માત્ર એક જ હોઈ શકે તે વિશેની દલીલ તે સ્પષ્ટ છે, કારણ સૌ કોઈ સમજી શકે કે જે કંઈ અસ્તિતત્ત્વ છે એ બીજા અસ્તિતત્વમાંથી આવ્યું એમ કહેવાનો કશે અર્થ નથી, કારણ તે તે એ બંને અસ્તિત એક જ ગણવાં જોઈએ; પરંતુ આવું અસ્તિતત્ત્વ પરિમિત ન હોઈ શકે, કારણ અસ્તિતવને પરિમિત કરનાર કોઈ બીજું કાં તો અસ્તિતત્વ હોવું જોઈએ, અને નહિ તો તે નાસ્તિતત્વ હેવું જોઈએ. બીજા અસ્તિત્વથી પારમેનાઈડીઝનું અસ્તિતત્વ પરિમિત થાય છે એમ કહેવાનો કશો અર્થ નથી, કારણ તો પરિમિત કરનાર અને પરિમિત થનાર બંને અસ્તિત એક જ થઈ રહે છે, આથી ઉલટું નાસ્તિતવથી અસ્તિતવની સીમા બંધાઈ શકાય નહિ કારણ નાસ્તિતત્વ જેવું કશું હોઈ જ ન શકે, એટલે કે અસ્તિતત્ત્વ અપરિમિત હોવું જોઈએ. સામાન્ય વાચકને આવી દલીલમાં કશે રસ ન પડે એ સ્વાભાવિક છે, પરંતુ વિચાર આ રીતે જ આગળ વધી શકે છે. જે દલીલેની મદદથી પારમેનાઈડીઝે પોતાના તત્ત્વને પરિમિત સાબીત કરેલું તેના જેવી જ બીજી દલીલોથી એના શિષ્ય એને અપરિમિત ને અનંત સાબીત કર્યું. ખરી રીતે જોતાં દિફ અને