Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
પ્રમાણે-૧. અવિભાગપ્રરૂપણા, ૨. વર્ગણાપ્રરૂપણા, ૩. સ્પર્ધકપ્રરૂપણા, ૪. અંતરપ્રરૂપણા, ૫. વર્ગણાપુદ્ગલગતસ્નેહવિભાગ સકલ સમુદાયપ્રરૂપણા, ૬. સ્થાનપ્રરૂપણા, ૭. કંડકપ્રરૂપણા, ૮. અને જસ્થાનપ્રરૂપણા. તેમાં પ્રથમ અવિભાગ પ્રરૂપણા કહે છે–
पंचण्ह सरीराणं परमाणूणं मईए अविभागो । कप्पियगाणेगंसो गुणाणु भावाणु वा होज्जा ॥२५॥ पञ्चानां शरीराणां परमाणूनां मत्याऽविभागः ।
कल्पितकानामेकांशो गुणाणु वाणुर्वा भवेत् ॥२५॥ અર્થ–પાંચ શરીરોના પરમાણુઓના સ્નેહનો બુદ્ધિરૂપ શસ્ત્રથી વિભાગ કરવો. તેમાંનો જે એક અંશ તે ગુણાણુ અથવા ભાવાણુ થાય–કહેવાય.
ટીકાનુન્યથાયોગ્ય રીતે પંદર બંધનનામકર્મ વડે બંધયોગ્ય ઔદારિકાદિ પાંચ શરીરના પરમાણુઓમાં રહેલા સ્નેહના કેવળીની બુદ્ધિરૂપ શસ્ત્રથી એકના બે અંશ ન થાય એવી રીતે કરાયેલા અંશોમાંનો જે એક અંશ તે ગુણાણુ, ગુણપરમાણુ, અથવા ભાવપરમાણુ કહેવાય છે. આ પ્રમાણે અવિભાગનું સ્વરૂપ કહ્યું. ૨૫ હવે વર્ગણાનું સ્વરૂપ કહે છે–
जे सव्वजहन्नगुणा जोग्गा तणुबंधणस्स परमाणु । तेवी उ संखासंखा गुणपलिभागे अइक्कंता ॥२६॥ ये सर्वजघन्यगुणा योग्यास्तनुबन्धनस्य परमाणवः ।
તેfપ તુ સંઘેરાસંઘેયાન ગુપરિમાનતિર્થ રદ્દા ' અર્થ–શરીર બંધનનામકર્મને યોગ્ય ઓછામાં ઓછા સ્નેહાણુવાળા જે પરમાણુઓ છે તે • પણ સંખ્યાતા, અસંખ્યાતા અને તુ શબ્દથી અનંતાનંત સ્નેહાણુવાળા પરમાણુઓને ઓળંગીને હોય છે.
1 ટીકાનુ–પંદર બંધનનામકર્મને યોગ્ય જે પુદ્ગલો છે એટલે કે શરીરયોગ્ય જે પુગલોનો બંધનનામકર્મના ઉદયથી આત્મા સાથે સંબંધ થાય છે તેમાં ઓછામાં ઓછા પણ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા સ્નેહાણુવાળા પરમાણુઓ હોતા નથી પરંતુ અનંતાનંત સ્નેહાણુવાળા પરમાણુઓ હોય છે.
તાત્પર્ય આ પ્રમાણે–એક સ્નેહવિભાગ યુક્ત યુગલો શરીરયોગ્ય થતા નથી એટલે કે ઔદારિક ઔદારિકાદિ પંદર બંધનમાંથી કોઈપણ બંધનના વિષયભૂત થતા નથી, એ જ પ્રમાણે બે સ્નેહાણુવાળા, ત્રણ સ્નેહાણુવાળા, એ જ ક્રમે વધતા વધતા સંખ્યાતા સ્નેહાણુવાળા, અસંખ્યાતા કે અનન્તા સ્નેહાણુવાળાં પુગલો પણ બંધનના વિષયભૂત થતાં નથી. પરંતુ અનંતાનંત-સર્વજીવથી અનંતગુણ સ્નેહાણુઓથી યુક્ત પરમાણુઓ બંધનનો વિષય થાય છે. સર્વજીવોથી અનંતગુણ સ્નેહાણુવાળાં પુદ્ગલોનો જ બંધનનામકર્મના ઉદયથી આત્મા સાથે સંબંધ