Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
૩૬
છે. તે આ પ્રમાણે—અસંખ્યેયગુણહાનિવાળી પહેલી અને છેલ્લી વર્ગણાઓની વચમાંની કેટલીક વર્ગણાઓ તેની પહેલી વર્ગણાની અપેક્ષાએ અસંખ્યયગુણહીન પરમાણુવાળી છે, અને કેટલીક વર્ગણાઓ અનન્તગુણહીન પરમાણુવાળી છે.
અનન્તગુણહાનિમાં તો અનન્તગુણહાનિ એક જ ઘટે છે. કારણ કે અનન્તગુણહાનિવાળી વર્ગણાઓમાં પહેલેથી આરંભી દરેક વર્ગણાઓ અનન્તગુણહીન પરમાણુવાળી જ હોય છે. આ પ્રમાણે પરંપરોપનિધાનો વિચાર કર્યો. ૨૩
હવે અલ્પબહુત્વ કહે છે—
थोवाओ वग्गणाओ पढमहाणीए उवरिमासु कमा । होंति अनंतगुणाओ अनंतभागो पसाणं ॥ २४॥ स्तोका वर्गणाः प्रथमहानावुपरिमासु क्रमेण । भवन्त्यनन्तगुणा अनन्तभागः प्रदेशानाम् ॥ २४॥
અર્થ—પ્રથમહાનિમાં વર્ગણાઓ અલ્પ છે અને ઉપરની હાનિઓમાં અનુક્રમે અનન્ત અનન્તગુણ વર્ગણાઓ હોય છે. અને પ્રદેશોનો અનન્તમો ભાગ હોય છે.
ટીકાનુ—પહેલી અસંખ્યાતભાગહાનિમાં વર્ગણાઓ અલ્પ છે, તેનાથી સંખ્યાતભાગહાનિમાં અનન્તગુણી વર્ગણાઓ છે, તેનાથી સંધ્યેયગુણહાનિમાં અનન્તગુણી વર્ગણાઓ છે, તે કરતાં અસંખ્યેયગુણહાનિમાં અનન્તગુણી વર્ગણાઓ છે અને તેનાથી અનન્તગુણહાનિમાં અનન્તગુણી વર્ગણાઓ છે.
પ્રદેશોની અપેક્ષાએ તો અનન્તમો ભાગ છે. તે આ પ્રમાણે—અસંખ્યયભાગહાનિમાં પુદ્ગલો ઘણાં છે. તેનાથી સંધ્યેયભાગહાનિમાં અનન્તમો ભાગ માત્ર પુદ્ગલો છે. તે કરતાં અસંખ્યયગુણહાનિમાં અનન્તમો ભાગ છે, તેનાથી અસંખ્યયગુણહાનિમાં અનન્તમો ભાગ છે અને તે કરતાં અનન્તગુણહાનિમાં અનન્તમો ભાગ માત્ર પુદ્ગલો હોય છે. કારણ કે જેમ જેમ ૨સ વધે છે તેમ તેમ તેવા તેવા રસવાળાં પુદ્ગલો તથાસ્વભાવે ઓછા ઓછા થતા જાય છે. તેથી ઉપર ઉપર ચડતા ચડતા રસવાળી વર્ગણાઓમાં પુદ્ગલ પરમાણુઓ ઓછા ઓછા કહ્યા છે. આ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પÁકનું સવિસ્તર સ્વરૂપ કહ્યું.
આ જગતમાં સ્નેહપ્રત્યયસ્પદ્ધક વચમાં એક એક સ્નેહાણુની વૃદ્ધિનો વિચ્છેદ નહિ થતો હોવાથી એક જ થાય છે. એક એક અધિક ચડતા ચડતા સ્નેહાણુવાળી વર્ગણાઓનો જે સમુદાય તે સ્પર્ધક કહેવાય છે, અને એક એક ચડતા સ્નેહાણુનો જે વિચ્છેદ તે સ્પÁકનો અન્ન કહેવાય છે. કહ્યું છે કે—‘રૂપોત્તરવૃદ્ધિનો જે વિચ્છેદ તે સ્પર્ધકનો અન્ન કહેવાય છે.’ અહીં જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ સ્નેહાણુવાળી છેલ્લી વર્ગણા પર્યંત એક એક ચડતા સ્નેહાણુવાળી વર્ગણા મળે છે, પરંતુ વચમાં એક એક ચડતા સ્નેહાણુનો વિચ્છેદ થતો નથી માટે ઘણા સ્પÁક થતા નથી, એક જ સ્પર્ધક થાય છે. ૨૪
હવે નામપ્રત્યયસ્પર્ધકનું સ્વરૂપ કહે છે. તેના વિષયમાં આઠ અનુયોગદ્વાર છે. તે આ