________________
આત્મદમન
નથી. આજે મોટેભાગે જીવનમાં ધર્મ થાય છે પણ ધર્મશુદ્ધિ જળવાતી નથી. જે ધર્મથી ભવને અંત કરવાનું છે તે ધર્મને પણ કેટલાક પ્રમાદ, માયા, મદ, મત્સર વિગેરે દોષ વડે મલીન બનાવી દે છે. કષાયથી જ ધર્મમાં મલીનતા આવે છે. કરોડો વર્ષના તપના ફળને પણ જીવ કષાયથી હારી જાય છે. દાન, શિયળ અનેતપરૂપ ધર્મ ભલે પ્રમાણમાં ઓછો થતું હોય પણ તેજો શુદ્ધયો મોક્ષરૂપી ફળને આપનાર છે અને ધર્મ ઘણે થતો હોય પણ તે જો અશુદ્ધ હેય તે તેવા ધર્મમાં જીવને મેક્ષ આપવાની તાકાત નથી. ઈર્ષ્યા, મદ, મત્સર,નિંદા, કુથલી વગેરે દેષથી જગતના મોટા ભાગના જીવો એટલાં બધાં ઘેરાયેલાં છે કે તેનાં ત્યાગનાં લક્ષવિના તે જે ગમે તેટલે ધર્મ કરે પણ સરવાળે તે જીવની સ્થિતિ ઘાંચીના બળદીયા જેવી થાય છે. ઘાંચી બળદીયાને ઘાણીમાં ફેરવે છે. તેને આંખે પાટા બાંધી દીધેલાં હોય છે. સવારથી તે સાંજ સુધી તે ફેરા ફરતો હોય છે એટલે તે બળદીયાને તો એમ જ લાગે કે હું દિલ્હી કે આગ્રા સુધી પહોંચી ગ હઈશ. પણ તેનાં જ્યાં પાટા છોડવામાં આવે ત્યાં તે બળદીયાને ખબર પડે કે આ તો હું જ્યાં ને ત્યાં ઊભો છું. તેવી રીતે તમે પણ એમ વિચાર્યા કરે કે મેં આટલાં વષીતપ કર્યા, આટલા માસક્ષમણ કર્યા, આટલી અઠ્ઠાઈઓ કરી, છેલ્લા કેટલાય વર્ષોથી મેં છૂટા મેઢે ખાધુ નથી, છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી સામાયિક, પ્રતિકમણ મૂકયું નથી, ત્યાં સુધી તો તમને પણ પેલા ઘાંચીના બળદીયાની જેમ એમ જ લાગશે કે હવે હું તો મુક્તિપુરીની નજદીકમાં પહોંચી ગયો હઈશ પણ દૃષ્ટિને જરા અંતરમાં વાળીને જ્યાં એમ વિચારશે કે ભલે વર્ષોથી હું ધર્મ કરતે આ છું, તપ જપાદિનાં ઘણાં અનુષ્કાને મેં જીવનમાં કર્યા છે; પણ આ બધું કરવા છતાં મારા સ્વભાવમાં કેટલું પરિવર્તન આવ્યું?