________________
મને વિજ્ઞાન જાય છે અને બીજા અને ત્રીજા દિવસનાં આયંબિલના તપના પ્રભાવથી તેમની કાયા કંચનવણું થઈ જાય છે, અને છેલ્લા દિવસે પેલા સાતસો કેઢીયાઓના શરીર પર જ્યાં બ્લવણ જળ છાંટે છે ત્યાં બધા નિરોગી બની જાય છે. જ્યારે આજે છેલ્લા કેટલાય વર્ષોથી ઓળી કરનારાઓના ખરજવા ચે મટતા. નથી. તેની પાછળ કોઈ ને કોઈ કારણ તો હોવું જોઈએ ને ? કારણ બીજુ કાંઈ નહિપણ આજે ધર્મ કરનારાઓના મન અંદરથી કેટલીકવાર એટલાં બધાં મલિન હોય છે કે ધર્મનું ફળ તેવા આત્માઓ કેટી ભવે ન પામે, ઉલ્ટા વિપરીત ફળને પામે ! જ્યારે શ્રીપાલ મહારાજાના મનની નિર્મલતા એટલી બધી હતી કે આગળ જતાં તેમણે ધવલશેઠ જેવાનું પણ મનથી ખરાબ ચિંતવ્યું નથી ને તેવા ઘેર અપકારીને પણ તેમણે ડગલે ને પગલે ઉપકારી લેખ્યા છે. આ કેઈ સામાન્ય વાત નથી. ત્યારે જ શ્રીપાલ મહારાજ શ્રીપાલ તરીકેનાં ભવમાં ડગલે ને પગલે અનેક પ્રકારની રિદ્ધિ અને સંપદાને પામ્યા છે, જે ધર્મના આનુષંગિક ફળરૂપે છે અને શ્રીપાલ તરીકેનાં ભવમાં જે ચિત્તની વિશુદ્ધિનાં ફળને પામ્યા તે અનંતર તાત્ત્વિક ફળ અને નવમા ભવે જે મેક્ષને પામવાના છે તે પરંપર તાત્વિક ફળ છે. જેમ કિસાન ખેતી કરે ને તેમાં જે અનાજ ઉગે તે ખેતીનું વાસ્તવિક ફળ અને ખડ (ઘાસ) ઉગે તે આનુષંગિક ફળ છે. તાત્વિક અને આનુષંગિક ફળ અંગેની ઘટના આ રીતે સ્પષ્ટ સમજી લેવાની છે.
ધર્મશુદ્ધિની જરૂર ધમ ધર્મની રીતે આરાધવામાં આવે ને જીવ ફળને ન પામે એ ત્રણ કાળમાંય બનવાગ્ય નથી. ધર્મની પ્રવૃત્તિ પણ જે તદ્દન ભાવશૂન્ય હોય તે કયાંથી ફળ હાથમાં આવે. એ તે મહાપુરુષે સ્પષ્ટપણે ઉચ્ચારી ગયા છે કે “યસ્માત્ કિયા પ્રતિ ફલક્તિ ન ભાવશૂન્યા ”ભાવ વગરની ક્રિયા ફળતી