________________
મને વિજ્ઞાન
નારાઓને આ લેકમાં પણ અપૂર્વ સુખ હોય છે અને પરલોકમાં પણ તેવા આત્માઓ દિવ્ય સુખને અનુભવે છે. માટે એકાંતે એમ ન માનવું કે ધર્મ ઘણજ લાંબા ગાળે ફળ આપે છે. ધર્મ ધર્મની રીતે કરવામાંઆવેતે તરતમાં ફળ મળે. ધર્મ અને ધર્મના કળ વચ્ચે એક ક્ષણનું પણ અંતર નથી, પણ તમે નિર્ણય કરે કે તમારે કયું ફળ જોઈએ છીએ. તાત્ત્વિક અને આનુષંગિક, આ ફળનાં બે પ્રકાર છે. તેમાં પણ અનંતર અને પરંપરા એવા પણ પ્રકાર પડે છે. પૂ. આનંદઘનજી ફરમાવે છે કે “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રેપૂજા અખંડિત એહ પરમાત્માની પૂજાનું તાત્વિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. એક પૂજાનું જ નહિ, પણ દાન, શિયળ, તપ, સંયમાદિ ધર્મના દરેક અનુષ્ઠાનનું અનંતર ફળ ચિત્તની પ્રસન્નતા છે. પ્રસનતાનું ફળ ચિત્તની સમાધિ છે અને સમાધિનું ફળ કેવલ જ્ઞાન અને કેવલજ્ઞાનનું ફળ મેક્ષ છે. આ પરંપર ફળ છે, જ્યારે ધર્મના ફળરૂપે સ્વર્ગના સુખ મળે, શાલિભદ્રની જેમ નવ્વાણું પિટી ઉતરે, આ લોકમાં યશ કીતિ ફેલાય, જ્યાં જાય ત્યાં સૌ ખમા ખમા કરે, ઘરમાં સંપત્તિની છોળો ઉડે. ઘરમાં અપ્સરા જેવી સ્ત્રી હોય અને ખોળામાં દેવકુમાર જેવાં બાળકે આનંદ કિલ્લોલ કરતાં હોય, એ બધાં ધર્મનાં આનુષંગિક ફળો છે. તાત્ત્વિક અને આનુષંગિક અને પ્રકારના ફળ સમજાવવામાં આવ્યા. બોલે તમારી મીટ કયાં મંડાએલી છે? આજે તો અમારી પાસે વાસક્ષેપ નંખાવતા પણ ઘણાંના મનમાં ઈચ્છા એવી હોય છે કે મહારાજ વાસક્ષેપ એ નાખે કે અભરે ભરાઈ જાય. પણ ભાવના એવી રાખો કે મહારાજ વાસક્ષેપ એવું નાખે કે મારો આત્મા ધર્મને રસ્તે ચડી જાય. ચિત્તની પ્રસન્નતારૂપ જે તાત્વિક ફળ છે તે તો જીવને તરતમાં મળે છે. તે દષ્ટિએ ફળ પ્રાપ્તિ વચ્ચે એક સમયનું પણ અંતર નથી.