________________
આ
મ દ મ ન
अप्पा चेव दमेयव्वा अप्पा हु खलु दुद्दमा । अप्पा दंतो सुही होइ अस्सिलोओ परत्थ य॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં પહેલાં જ અધ્યયનની પંદરમી અને સોળમી ગાથામાં શ્રી ગણધર ભગવંતોએ સ્વઆત્મદમન અંગેને ઉપદેશ કર્યો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર પરમાત્માની અંતિમ દેશના ગૂંથાયેલી છે. શ્રી તીર્થકર ભગવંતે દરેક પદાર્થોની અર્થથી પ્રરુપણ કરતાં હોય છે. અને શ્રી ગણધર ભગવંતે સૂત્રથી ગૂંથણું કરતાં હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કે જેની ૪૫ આગમમાં ગણના છે, તેમાં સ્વઆત્મદમન અંગેના ઉપદેશમાં ભગવંતે ફરમાવ્યું છે કે “અપાચેવ દમેય.” હે! ભજો સ્વઆત્માને જ દમે. કારણ કે પિતાને આત્મા જ દુર્દમ્ય છે. છતાં સ્વઆત્માને દમનાર આ લોક, પરલેક અને ભવભવમાં સુખી થાય છે. ઘણાં કહે છે કે ધર્મનું ફળ પરલોકમાં મળે પણ એકાંતે મળે તેમ નથી, આ લેકમાં પણ ઘણાં આત્માઓ ધર્મનાં ફળરૂપે ચિત્તની શાંતિના અપૂર્વ સુખને અનુભવે છે. ક્ષમા, ઋજુતા નમ્રતા ધર્મને આચર,