________________
૩૪
તેને માટે એ વ્રતનું ગ્રહણ યુવાવસ્થા જેટલું મુશ્કેલ થઈ પડતું નથી. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર વધાર્યા વધે છે અને ઘટાડવાં ઘટે છે. જે વખતે વિષયવૃત્તિ ઘટાડવાને સુગમ્ય કાળ આવે તે વખતે તે ઘટાડવાની તક જવા દેનાર પોતાના જીવનને અમૂલ્ય કાળ ગુમાવે છે. વિષયાભિલાષા જ્યાંસુધી હેાય ત્યાંસુધીમાં જ તેનું દમન કરવું એ હિતાવહ છે—સાચું વ્રત છે; વૃદ્ધાવસ્થામાં દેહ જર્જરિત થાય, સાંગોપાંગ શિથિલ થઈ જાય અને ભાગશક્તિ નાશ પામે, ત્યારે વૃદ્ધા નારી પતિવ્રતા ની પેઠે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું તે એ વ્રતપાલનના ખરા આધ્યાત્મિક લાભ ગુમાવવા ખરાબર છે. તેટલા માટે ગ્રંથકાર સૂચવે છે કે જો મનની દૃઢતા હૈાય તે આ અવસ્થામાં સ્ત્રી-પુરૂષે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવું જ; પણ જે મન નિ`ળ હાય, તેા પછી પુરૂષે સ્વદારસાષ વ્રત અને સ્ત્રીએ સ્વપતિસતાષ વ્રત અંગીકાર કરવું, એ સદાચારી સ્ત્રીપુરૂષને પરમ ધર્મી છે. સ્વસ્ત્રીને આ અવસ્થામાં ત્યાગ કરવા એ બ્રહ્મચર્ય વ્રત છે. સ્વસ્ત્રીને માટે છૂટ રાખી પરસ્ત્રી ગ્રહણ નહિ કરવામાં પણ બ્રહ્મચર્ય વ્રત રહેલું છે; પરન્તુ એ વ્રત અંગીકાર નહિ કરતાં પાપના દ્વારને મેાકળું રાખવું અને પછી ભલે એ પાપ ન કરવું એથી વ્રતગ્રહણને આધ્યાત્મિક લાભ મનુષ્યને થતા નથી. કહ્યું છે કે—
यः स्वदारेषु संतुष्टः परदारपराङ्मुखः । स गृही ब्रह्मचारित्वाद्यतिकल्पः प्रकल्पते ॥
અર્થાત્—જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઇ પરસ્ત્રીથી વિમુખ રહે છે, તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપણાથી યતિ સમાન કહેવાય છે. આ ઉપરથી એટલુ` સમજવાનું છે કે અદઢ મનવાળાએ પણ સ્વદારસતાષ વ્રત ગ્રહણ કરવામાં પછાત રહેવું જોઇએ નિહ.
શકા—જે સ્ત્રી કે પુરૂષે પાતાની પહેલી બે અવસ્થામાં કદાપિ કુમાર્ગે ગમન કર્યું ન હોય, તે સ્ત્રી કે પુરૂષે આ ત્રીજી અવસ્થામાં એ ત્રત ગ્રહણ કરવું તેને અર્થ શું એવા ન થાય કે તે વખત સુધી તેમણે યથેચ્છ છૂટ