________________
-
૩૨
ફરમાને શાસ્ત્રકારે કરેલાં છે. કોઈ અસ્તેય વ્રત ગ્રહણ કરનાર વહ કે હું કાંઈ ચેરી કરતું નથી પરંતુ ચોરાઈ આવેલી વસ્તુને વેપાર કરું છું, કિંવા ચેરને તેના ધંધામાં સગવડ કરી આપું છું કિંવા વેપારમાં વધારે લાભ મેળવવા માટે ઓછું આપું છું અને વધારે લઉં છું, તે એવા બધા પ્રકારોને શાસ્ત્રકારે જ નહિ પણ રાજનીતિકારે ચોરી કહી છે અને તેને માટે શાસ્ત્રમાં શાસન ફરમાવેલું છે. હાલની સરકાર પણ એવાં કાર્યોને રાજ્યને અપરાધ લેખે છે એ જાણીતી વાત છે. કહ્યું છે કે –
चौरश्चौरार्पको मंत्री भेदज्ञो क्वाणकक्रयी। अन्नदस्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः ॥
અર્થાત–ચોર પિત, ચોરને સાધને આપનાર, ચેર સાથે મંત્રણા કરનાર, ચોરને ભેદ જાણનાર, ચેરેલી વસ્તુ ખરીદનાર, ચેરને અન્ન આપનાર અને ચેરને સ્થાન આપનાર એ સાતે પ્રકારના ચેર કહેવાય છે. આટલા જ માટે મન, વચન અને કાયાએ ચોરી નહિ કરવા-કરાવવા ઉપરાંત ગ્રંથકાર ચેરાએલી વસ્તુ નહિ રાખવાનો અને ચોરીના કામમાં ચોરને સહાય નહિ કરવાને બોધ આપે છે. જન ધર્મમાં તેના પાંચ અતિચારો કહેલા છે એ અતિચાર ટાળવાની સાથે અસ્તેયવ્રત ગ્રહણ કરવું એવું કહેવાન ગ્રંથકારને આશય છે. એ અતિચારે નીચે પ્રમાણે કહેલા છે –
स्तेनानुशा तदानीतादानं वैरुद्धगामुकम् । प्रतिरूपक्रियामानान्यत्वं वा स्तेयसंश्रिता ॥
અર્થાત–ચોરને આજ્ઞા કરવી, ચોરીનું દ્રવ્ય લેવું, રાજાએ નિષેધ કરેલ વ્યાપારાદિ આચરવું, એક વસ્તુમાં બીજી વસ્તુ ભેળસેળ કરીને વેચવી, અને ખેટાં તોલ-માપ રાખવાં એ બધા અસ્તેય વ્રતના દેષ છે.
દુષ્ટાત–જે દોષ ઉપર જણાવેલા છે તે દેષ કરનારા ચેરે ઉપર હાલમાં બધા દેશોમાં કાયદા ચાલી રહેલા છે. હિંદુસ્તાનમાં અફીણ જેવા પદાર્થ ઉપર સખ્ત જકાત નાંખવામાં આવેલી છે તેથી કેટલાકે માળવામાંથી છૂપી રીતે અફીણ લાવી વેચે છે અને કમાણી કરે છે, પરંતુ આ