________________
ચેરીને અપરાધ શિક્ષાને પાત્ર ઠરે છે. હાલમાં અમેરિકા દેશે પિતાને ત્યાં પીવાના દારૂનો વેપાર બંધ કર્યો છે અને તેની પેદાશ તેમજ પરદેશથી થતી આયાત બંધ કરી છે. છતાં કેટલાક રાજ્યસત્તાની વિરૂદ્ધ પડી ચોરી–છુપીથી દારૂ બનાવે છે, ચોરી છૂપીથી વેચે છે અને પીએ છે; એટલું જ નહિ પણ પરદેશથી દારૂનાં પીપનાં પીપ સ્ટીમરમાં આવે છે અને રાજ્યસત્તાને તેની ખબર મળતાં એવી સ્ટીમરમાંનો માલ જપ્ત કરી દરિયામાં હોમી દેવામાં આવે છે, અને માલ આયાત કરનારાઓને શિક્ષા કરવામાં આવે છે. (૧૨)
[ હવે ચોથા બ્રહ્મચર્ય વ્રત અથવા શીલવ્રત વિષે વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં ગ્રંથકાર ઉઘુક્ત થાય છે. ]
રાવર્યવ્રત | શરૂ ! स्यादाढथै यदि सर्वथा स्वमनसो ब्रह्मव्रतं गृह्यतां । नोचेदेकनिजस्त्रियैव सततं सन्तोषवृत्तिर्वरा ॥ संपर्कोऽपि परस्त्रिया न कुधिया कार्यः सदाचारिणा। स्त्रीपुंसोभयशीलरक्षकमिदं प्रोक्तं चतुर्थ व्रतम् ॥
બ્રહ્મચર્ય વ્રત. ભાવાર્થ-જે પિતાના મનની પૂરેપૂરી દઢતા હોય તે સર્વથા બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું. જે તેટલી દઢ વૃત્તિ ન હોય તો સ્વદારા સંતોષ વૃત્તિ રાખવી અર્થાત પિતાની સ્ત્રીથી જ સંતોષ રાખવો. સદાચારી માણસે કુબુદ્ધિથી પરસ્ત્રીનો સ્પર્શ સરખો પણ ન કરે. સ્ત્રી અને પુરુષ બંનેના શીલનું રક્ષણ કરનાર એ ચોથું વ્રત-બ્રહ્મચર્ય વ્રત શાસ્ત્રકારોએ કહ્યું છે. (૧૩)
વિવેચન–સામાન્ય રીતે વિદ્યાર્થી અવસ્થા અને ગૃહસ્થાશ્રમ પૂરો કર્યા પછી ત્રીજી અવસ્થા એટલે વાનપ્રસ્થાશ્રમ કિંવા સેવાશ્રમમાં મનુષ્ય પડે છે અને એ અવસ્થામાં જે મનુષ્યની માનસિક દઢતા હોય તો તેણે માવજીવન બ્રહ્મચર્ય ધારણ કરી લેવું જોઈએ. ભોગપભોગને યુવાવસ્થાને કાળ વ્યતીત થઈ ગયા પછી પ્રેઢાવસ્થામાં જે મનુષ્ય દઢ વિચાર કરે તો