________________
અસ્તેય વ્રત. ભાવાર્થ –કોઈની પણ કંઈ વસ્તુ માર્ગમાં પડી ગઈ હોય કે ઘરમાં પડી હોય તે ધણીની રજા સિવાય ચોરી કરવાના ઈરાદાથી મન વચન અને કાયા એ ત્રણ કરણે કરી ઉપાડવી નહિ, તેમ જ બીજાની પાસે ઉપડાવવી નહિ, એટલું જ નહિ પણ ચેરીનું ધન કે ચોરાયેલી વસ્તુ કઈ પણ રીતે જાણવામાં આવે તો તે અલ્પ પણ લેવું નહિ. તેમજ ચારને ચેરીના કામમાં કોઈ પણ રીતે સહાય ન કરવી, તેનું નામ દત્તવ્રત-અસ્તેયવત. તે વ્રત સુજ્ઞ માણસે બરાબર પાળવું જોઈએ. (૧૨)
વિવેચન–પ્રથમ ગ્રંથમાં વિદ્યાર્થીઓના ધર્મ ગણાવતાં ગ્રંથકારે અચાર્ય' વિષે કહેલું છે અને અત્ર પરાર્થજીવન ગાળનારને અસ્તેયવ્રત ગ્રહણ કરવાને ઉપદેશ કરતાં તે વિષે કેટલુંક વિશિષ્ટ કથન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓને માટે “અચાય” ની વ્યાખ્યા જે કાંઈ હતી, તે કરતાં ઘણી આગળ વધેલી વ્યાખ્યા વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ગ્રહણ કરવાના અસ્તેય વતની આપવામાં આવી છે. કોઈની કાંઈ પણ વસ્તુ તેના ઘરમાં કે માર્ગમાં પડી હોય તો તે ચોરી કરવાના હેતુથી કાયાએ કરી ન લેવી એટલું જ નહિ, પણ મન અને વચનવડે એવી ચોરી કરવી નહિ કિંવા કરાવવી નહિ એ અસ્તેય વ્રત ગ્રહણ કરનારની પ્રતિજ્ઞા હોવી જોઈએ. જન ધર્મમાં તેને અદત્તાદાન” કહે છે. “અદત્ત” એટલે કેઈએ નહિ આપેલું તેવું અને આદાન” એટલે ગ્રહણ કરવું: કોઈએ આપેલું ન હોય એવું કોઈ ગ્રહણ કરવું તે જ વ્રતની દષ્ટિએ ચારી છે, એવી વિસ્તૃત વ્યાખ્યા અસ્તેય વ્રતની થાય છે.
आहृतं स्थापितं नष्टं विस्मृतं पतितं स्थितम् । नाददीताऽस्वकीयं स्वमित्यस्तेयमणुब्रतम् ॥
અર્થાત–કોઈનું હરણ કરી લાવેલું, મૂકેલું, ખોવાએલું, વિસ્મૃત થએલું પડી ગએલું કે રહી ગએલું કોઈ બીજાનું ધન ગ્રહણ કરવું તે અય નામનું અણુવ્રત છે. પરંતુ આ વ્રત ગ્રહણ કરનાર ઉપર તે સંબંધી બીજો