________________
૧ પ્રકરણ ૧લું અરિહંત અમુખ થઈ જાય છે. ૧૫. શતકાળમાં ઉષ્ણતા અને ઉષ્ણકાળમાં શીતળતાની જેમ ઋતુ સુખદાતા રૂપે બદલાય છે. ૧૬. મંદ મંદ શીતળ સુગંધી વાયુ ભગવાનથી એક જન ચારે તરફ પ્રસરે છે, જેથી અશુચિકારક વસ્તુઓ દૂર થઈ જાય છે. ૧૭. ઝીણી ઝીણી અને સુગંધી અચેત પાણીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુએ એક જન સુધી થાય છે, જેથી ધૂળ દબાઈ જાય છે. ૧૮. દેવતાઓએ બનાવેલાં અચેત ફૂલોની ઢીંચણ સુધીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુમાં એક યોજન સુધી થાય છે. ૧૯. અમનેઝ (ખરાબ) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શન નાશ થાય છે. ૨૦. મનોજ્ઞ (પ્રિયકારી) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને * ઉદ્દભવ થાય છે. ૨૧. ભગવાનની ચારે બાજુએ એક જન સુધી રહેલી પરિષદ બરાબર વ્યાખ્યાન સાંભળે છે. અને વ્યાખ્યાન બધાયને પ્રિય લાગે છે. ૨૨. ભગવાન વ્યાખ્યાન અર્ધમાગધી ૪ એટલે કે મગધ દેશની અને બીજા દેશની મિશ્રિત ભાષામાં ફરમાવે છે. ૨૩. આર્યદેશના તેમ જ અનાર્યદેશનાં મનુષ્ય, પશુ, પક્ષી અને અપદ (સાપાદિ) વગેરે બધાંય ભગવાનની ભાષા સમજે છે. ૨૪. ભગવાનનું વ્યાખ્યાન સાંભળવાથી જાતીય વિર (જેવું સિંહ અને બકરીમાં હોય છે, તેમ જ ભવાન્તરનું વર પણ નાશ પામે છે. ૨૫. ભગવાનને દેખતાં જ માતાભિમાની અન્ય દેશની પોતાના અભિમાનને છોડી નમ્ર બને છે. ૨૬. ભગવાનની પાસે વાદી–પ્રતિવાદી વાદ કરવા આવે, તો તે ઉત્તર આપવામાં અસમર્થ બને છે. ૨૭. ભગવાનની ચારે બાજુએ ૨૫-૨૫ યોજન સુધી ઈતિભીતિ” (તીડ, મુષકાદિ) ઉપદ્રવ થતા નથી. ૨૮. કોલેરા કે પ્લેગાદિની બીમારી થતી નથી. ર૯ સ્વદેશના રાજા કે સેનાના ઉપદ્રવ થતા નથી. ૩૦. પરદેશના રાજા કે સેનાના ઉપદ્રવ થતા નથી. ૩૧, અતિવૃષ્ટિ (બહુ જ વરસવું) પણ થતી નથી. તેમ જ ૩૨. અનાવૃષ્ટિ (બિલકુલ ન વરસવું) પણ થતી નથી. ૩૩. દુભિક્ષ કે દુષ્કાળ પડતા નથી. ૩૪. જ્યાં ઉપદ્રવો, બીમારીઓ કે યુદ્ધના ભય હોય ત્યાં જે ભગવાન જઈ ચઢે તે તે જ ક્ષણે બધા ભય નાશ પામે છે. આ ૩૪ અતિશયો માંહેલા ૪ અતિશય જન્મથી જ હોય. ૧૫ કેવળજ્ઞાન થયા (सूत्र-"भगवं च ण अद्धमागहीइ भासाइ धम्मभाएक्खई" उववाइ सूत्र