________________
જૈન તત્વ પ્રકાશ
સમવાયાંગ સૂત્રમાં કહેલા
અરિહંત ભગવાનના ૩૪ અતિશય ૧. મસ્તકાદિ વગેરે અંગેના વાળ મર્યાદાથી વધારે (ખરાબ લાગે તેમ) વધે નહિ. ૨. રમેલ વગેરે અશુભ લેપ શરીરને ચોટે નહિ. ૩. લેહી, માંસ ગાયના દૂધ કરતાં પણ વધારે ઉજજવળ અને મીઠાં હેય. ૪. શ્વાસોચ્છવાસમાં પદ્મકમળથી પણ વધારે સુગંધ આવે. પ. આહાર અને નિહાર, ચર્મચક્ષુવાળા જીવો ન જોઈ શકે, પણ અવધિજ્ઞાનવાળા જોઈ શકે. ૬. ધર્મચક્ર આકાશમાં ગરગાહટ ધ્વનિ કરતો જ્યારે ભગવાન ચાલે ત્યારે આગળ ચાલે અને જ્યારે ભગવાન ભે ત્યારે તે પણ થોભે છે. ૭. લાંબી લાંબી મતીઓની ઝાલરવાળાં એકના ઉપર એક એમ ત્રણ છત્રે ભગવાનના મરતક ઉપર આકાશમાં દેખાય છે. ૮. ગાયનું દૂધ અને કમળના તંતુઓથી પણ અતિ ઉજજવળ વાળવાળા રત્નજડિત દંડયુક્ત ચામર ભગવાનની બન્ને બાજુ નજરે પડે. ૯. સ્ફટિક રત્ન સમાન નિર્મળ દેદીપ્યમાન સિંહના સ્કંધના સંસ્થાનવાળા, અનેક રત્નોથી જડેલા, અંધકારના નાશક પાદપીઠિકાયુક્ત સિંહાસન દેખાય છે. ૧૦. રત્નજડિત થાંભલાવાળી ઘણી ઊંચી અનેક નાની નાની ધ્વજાઓના સમુદાયથી પરિવેષ્ઠિત ઈન્દ્રધ્વજા ભગવાનની આગળ આગળ દેખાય છે. ૧૧. અનેક શાખા,ઉપ–શાખા, પત્ર, ફૂલ અને સુગંધીછાંયડીવાળું ધ્વજાપતાકાઓથી સુશોભિત અશોકવૃક્ષ ભગવાન ઉપર છાયા કરતું, તેનાથી બાર ગણું ઊંચું દેખાય છે ૧૨. શરદ ઋતુના જાજવલ્યમાન સુર્યથી પણ અત્યધિક તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડળ x અરિહંતની પાછળ દેખાય છે. ૧૩. અરિહંત જ્યાં જ્યાં વિહાર કરતા થકા વિચરે છે ત્યાં ત્યાં પૃથ્વી ખાડા ટેકરા રહિત સમતલ બની જાય છે. ૧૪. પ્રભુ જે માર્ગે વિહાર કરે છે, તે માર્ગના કાંટા
ગ્રંથમાં લખ્યું છે કે પ્રભામંડળના પ્રભાવથી ચારે દિશાઓમાં તીર્થકરના જુદાં જુદાં ચાર મુખ દેખાય છે. જેથી શ્રોતા એમ સમજે છે કે ભગવાન અમારી જ સામે જોઈ રહ્યા છે. બ્રહ્માને ચાતુર્મુખી કહેવાનું એ જ કારણ જણાય છે.