________________
અનુભૂતિ કરાવનારા પ્રવચનકારની ખોજ ચલાવીએ, તો પહેલાં નામકામ આ રામના જ સ્મૃતિપટે તરવરી આવે.
- કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય-વિરચિત ૧૦ પર્વોવિભાગોમાં વિસ્તૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રના સાતમા પર્વમાં રામાયણ તરીકે પ્રસિદ્ધ કથાવસ્તુ વણિત છે. શલાકા-પુરુષનો અર્થ ઉત્તમ પુરુષ થાય. એથી સાર્થક નામ ધરાવતાં આ ચરિત્રમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, નવનવની સંખ્યા ધરાવતા બળદેવો-વાસુદેવોપ્રતિવાસુદેવોનાં જીવન રજૂ થયા છે. શ્રી મુનિસુવ્રત સ્વામીજી ભગવાનના કાળમાં થઈ ગયેલા આઠમા બળદેવ, રામચન્દ્રજી, વાસુદેવ રાવણ અને પ્રતિવાસુદેવ લક્ષ્મણની જીવન-કથા એટલે જ રામાયણ!
રામાયણ એટલે રજોહરણની ખાણ ! આ જાતનો સૌ પ્રથમ પરિચય જૈન જગતને કરાવનારા પૂ. મુનિશ્રી રામવિજય મહારાજ હતા. વિ.સં. ૧૯૮૫/૧૯૮૬ની સાલમાં મુંબઈ લાલબાગ ભૂલેશ્વરના આંગણે પૂજ્યશ્રીએ જૈન રામાયણના આધારે આપેલાં પ્રવચનોના પ્રભાવે જ જૈન જગતને એવો ખ્યાલ આવવા પામ્યો હતો કે, જૈન રામાયણ એટલે જ રજોહરણની ખાણ ! જેમાં પાને પાને અને પાત્ર પાત્ર જોવા મળે ઘક્ષાનું સન્માન !
રામાયણની રસધારાના સૌ પ્રથમ ઉદ્ગાતા બનવાનું શ્રેય જેમના શિરે અભિષેકી શકાય, એવા આ પૂ. પ્રવચનકારશ્રી જ આગળ જતાં વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે રામાયણ એટલે સંસ્કૃતિનો આદર્શ આ રીતની અનોખી ઓળખાણ અજૈનોને પણ આપવાના યશભાગી બનવા સફળ રહ્યા હતા. વિ.સં. ૨૦૦૭માં અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં પ્રતિ રવિવારે જાહેર પ્રવચનો રુપે પૂ. પ્રવચનકારશ્રીએ રામાયણના માધ્યમે સંસ્કૃતિનો સંદેશ સુણાવ્યો અને અમદાવાદનાં અનેક દૈનિકોએ સ્વયંભૂ પ્રેરણાથી પ્રેરિત બનીને એ સંદેશનો જે રીતે વ્યાપક ફેલાવો કર્યો, એના પ્રતાપે જ અજેન જગતને પણ એ વાતનો ખ્યાલ આવવા પામ્યો કે, જૈનોનું પણ એક અદ્ભુત રામાયણ છે અને સંસ્કૃતિના અજોડ આદર્શોથી એ પાછું સમૃદ્ધ છે.