________________
અધ્યાત્મતત્ત્વાલક,
આત્મા પરતત્ર છે, માયાવાળો છે. અવિદ્યાવાળો છે. સંસારબ્રમણશીલ છે અને દુઃખી છે. એ પરતત્રતા કે એ અવિદ્યા યા દુઃખને દૂર કરવાનું ત્યારેજ બની શકે કે જ્યારે કર્મનાં આવરણને હઠાવવા પ્રયાસ કરવામાં આવે, જે રસ્તે કર્મનાં આવરણે પાતળાં પડે અને ક્ષીણ થવા માંડે, એ માર્ગને “અધ્યાત્મ ” કહેવામાં આવે છે. જેમ જેમ એ માર્ગ ઉપર પ્રગત થવામાં આવે, તેમ તેમ કમનાં આવરણને હાસ જાય છે. એ માર્ગને અભ્યાસ જ્યારે પરાકાકા ઉપર પહોંચે છે, ત્યારે સર્વ કર્મના આવરણે ક્ષીણ થાય છે અને આત્મા પરમાત્મા પ્રકાશે છે.
અધ્યાત્મને અર્થ ઉપર્યુકતરીત્યા સમજ્યા છીએ કે આત્મન્નિતિનાં સાધને મેળવવાં એને અધ્યાત્મ કહેવામાં આવે છે. અધ્યાત્મ કહે કે મુક્તિનો માર્ગ કહે, એકજ વાત છે. “અપિ” અને “મારના” એ બે શબ્દોના સમાસ ( compound ) થી અધ્યાત્મ શબ્દ બન્યું છે, શબ્દવ્યુત્પત્ત્વિનુસાર–આત્મામાં રહેવું, રમવું, અથવા રમવાને ઉદ્યોગ કરવો, એ અધ્યાત્મ છે. અધ્યાત્મનું બીજું નામ “ગ” છે, કેમકે
ગ” શબ્દ “ગુરૃ 'ધાતુથી બનેલું છે, અને “સુર” ધાતુને અર્થ જોડવું” થાય છે, અતઃ મુક્તિનાં સાધનેને જોડી આપે તે “” કહેવાય છે, અધ્યાત્મને પણ એજ અર્થ છે કે-મુકિતના રસ્તે ચાલવું.
“યોગશ્ચિત્તપિતિઃ ' એ મહાત્મા પતંજલિને યોગના સંબન્ધમાં પ્રથમ સૂત્રપાત છે. ચિત્તવૃત્તિઓ ઉપર દબાણું રાખવું, અન્યત્ર–
જ્યાં ત્યાં ભટકતી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ” બીજા શબ્દમાં “અધ્યાત્મ ” કહેવામાં આવે છે, એટલું જ નહિ, પરંતુ એવી હદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તે પણ યોગનાં, બીજા શબ્દમાં અધ્યાત્મનાં કારણ હોવાથી વેગ યા અધ્યાત્મ કહેવાય છે.
જ્યારથી મનુષ્ય સાચું બોલતાં કે નીતિ પાળતાં શીખે, ત્યારથી તેને અધ્યાત્મની શરૂઆત રાય છે. અધ્યાત્મને સરળ અને સાદે ભાવાર્થ એજ છે કે-સાચું બોલવું, નીતિ રાખવી, પરોપકાર કરવો, જીવદયા પાલન કરવી, બ્રહ્મચર્ય (સ્વસ્ટીસ તિષ યા સર્વથા મૈથુનને ત્યાગ) ધારણ કરવું, ક્ષમા રાખવી, સરળતા પકડવી, મૃદુ સ્વભાવમાં રહેવું, લુબ્ધતા વર્જવી,