________________
અધ્યાત્મતત્વાક. એમાં વ્યાખ્યાનના મેઘનાદથી દેશને અનન્દશઃ ગજાવી મૂક્યું હશે, પણ વિચારવું જોઈએ કે એથી પિતાનું વળ્યું શું ? આદર્શ ચારિત્ર સિવાય બધું નકામું છે. આદર્શ પુરૂ થયા વિના તમામ કાર્યો માત્ર આડંબરરૂપ અને ફેતરને ખાંડવા તથા પાણી વાવવા બરાબર છે. આદર્શ પુરૂષ થવા માટે આત્માની તરફ અવલોકન કરવાની પ્રથમ અગત્યતા છે. સધ્યા, વન્દન, પૂજન, તપ, જપ વગેરે બધું કરવામાં જે આત્માને ભૂલી જવામાં આવે–મૂળ સાધ્યબિન્દુ ભૂલી જવામાં આવે છે, એ ખરેખર જાનૈયાઓને જમાડવામાં વરને વિસરી જવા બરાબર છે. દરેક ધાર્મિક અનુકાને ઉદ્દેશ, આત્માને વિકાસમાં મૂકે, એ છે. આત્મસ્વરૂપની જાગૃતિ, બીજા શબ્દોમાં આત્મદષ્ટિને પ્રકાશ, એજ ધાર્મિક આચારોનું રહસ્ય છે. એ ઉદ્દેશ કે એ રહસ્યને વિસરી જવામાં આવે અને તે વગરના સૂકાજ અનુકાનમાં પ્રવૃત્ત રહેવાય, તો તે ડહાપણની બહારની વાત છે. બુદ્ધિમાનેને માટે એ જરૂરની વાત છે કે તેઓએ સાધ્ય અને સાધનનું પૃથક્કરણ કરવું જોઈએ. સાધ્યને નિશાન કરી સાધનોને સાધન તરીકે અમલમાં મૂકવાં જોઈએ. સાધ્યને ભૂલી જવાય અને સાધનેને સાધ્ય સમજી લેવામાં આવે, તે એ એવી હકીકત બને છે કે જે એક દાખલાથી જોઈ શકાશે; જેમકે–એક મનુષ્ય ઉત્તર દિશાના કોઈ ગામ તરફ જવા નિકળે, વચમાં બે રસ્તા આવ્યા, ઉત્તર દિશાને રસ્તે પડતું મૂકી તે દક્ષિણ દિશાના રસ્તે ચાલવા માંડે. એ મનુષ્ય મનમાં એમ સમજે છે કે ગામ પહોંચવાને માટે રસ્તા ઉપર બેસી નહિ રહેતાં હાલ્યા કરવું જોઈએ, અર્થાત ગામ પહોંચવાનું સાધન, રસ્તા ઉપર હાલવું, એ છે. આવી સમજણ હોવા છતાં અને બરાબર હાલવા છતાં પણ શું તે પિતાના ઈષ્ટ ગામને પહોંચી શકશે ? કદાપિ નહિ. કેમ ? રસ્તા ઉપર હાલતે તે બરાબર જાય છે !, ભલે ઊલટી દિશાના, પણ રસ્તા ઉપરજ હાલ્યો જાય છે, છતાં તે કેમ પોતાના પ્રાપ્તવ્ય ગામને પહોંચી ન શકે ? પરંતુ વાચક! ન પહોંચી શકે. ભલે તે ખેતરમાં નહિ પણ રસ્તા ઉપરજ હા જાય છે અને એ રીતે ગામને પહોંચવાનું સાધન-જે રસ્તા ઉપર ચાલવું, તેને તે અમલ કરે છે, પણ એ હાલવું, એ સાધ્યની સન્મુખ નથી–સાધ્યથી ઉલટું છે,–સાધ્યથી ઉલટી દિશામાં છે, એ માટે તે પોતાના પ્રાપ્તવ્ય સ્થળને મેળવી શકે નહિ. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં પણ, ધામિક આચાર-વ્યવહાર, કે જે વડે આપણું પ્રાપ્યસ્થાન આત્મવિકાસ છે, તે જે લક્ષ્યસ્થાનથી