________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. અને બીજો અર્થ શુક્લધ્યાનના ત્રીજા ભેદમાં, તથા ત્રીજો અર્થ શુક્લધ્યાનના ચોથા ભેદમાં લાગૂ પડે છે.
સુનિશ્ચલ મન થવું એ છઘનું (કેવલજ્ઞાનરહિતનું ) ધ્યાન છે, જ્યારે કેવલજ્ઞાનીનું ધ્યાન એજ છે કે શરીરની સુનિશ્ચલતા થવી. આભ્યન્તર અને બાહ્ય સર્વ ચેષ્ટાઓ-ક્રિયાઓને પૂર્ણ નિષેધ કરે, એ કેવલીનું ધ્યાન છે.
ચદમાં ગુણસ્થાનમાં, બીજા શબ્દોમાં, શુકલધ્યાનના ચોથા ભેદમાં બાકી રહેલ ( અઘાતી) કર્મોને સંપૂર્ણ ધ્વસ થતાં આત્મામુક્તિપદને પ્રાપ્ત થાય છે.
યોગનું ઉત્તમાંગ જે ધ્યાન, તેની છેવટની સ્થિતિ સુધી અવલોકન થઈ ગયું. હવે યોગનું સાધ્યબિન્દુ જે વલ્યપદ, તેનું વિશેષ પ્રકારે નિરીક્ષણ કરવાની જરૂર સમજાય છે અને તેને માટે યોગાચાર્યો જુદી જુદી દષ્ટિએ જુદી જુદી રીતે યોગના ભેદો કેવા પાડે છે, તે પણ વિચારી જવું પ્રસ્તુત છે. ચાલે, તે સાતમા પ્રકરણમાં જોઈ લઈએ.
१ “जह छउमत्थस्स मणो झाणं भण्णइ सुनिञ्चलो संतो । तह केवलिणो काओ सुनिच्चलो भनए झाणं " ॥ ८४ ॥
* 141